(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત પાંચમા દિવસની આગેકૂચમાં સેન્સેક્સમાં ૨૮૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. શેરબજારે ૧૯ ફેબ્રુઆરીના રોજ સળંગ પાંચમા સત્રમાં આગેકૂચની સફર ચાલુ રાખી હતી અને નિફ્ટીએ ૨૨,૧૮૬.૬૫ પોઇન્ટની તાજી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે હાઈ સાથે દિવસની ટોચની નજીક બંધ આપ્યું હતું.
બીએસઇ પર લિસ્ટેડ શેરોનું એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૯૧.૬૯ લાખ કરોડ અથવા તો ૪.૭૨ ટ્રિલિયન ડોલર વધ્યું હતું. બીજા શ્બદોમાં રોકાણકારોની સંપત્તિમાં સોમવારના સત્રમાં રૂ. ૨.૨૦ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
વિશ્ર્વબજારના મિશ્ર સંકેતો વચ્ચે બજારની શરૂઆત સકારાત્મક ટોન સાથે થઈ હતી, પરંતુ શરૂઆતના કામકાજના કલાકો દરમિયાન લેણવેચના સોદા વચ્ચે બજાર નેગેટીવ અને પોઝિટવ ઝોન વચ્ચે અટવાતું રહ્યું હતું. જોકે, મોટા ભાગના સેક્ટોરલ ઈન્ડાઈસિસ અને હેવીવેઈટ્સમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં, બેન્ચમાર્કને દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ આપવામાં મદદ મળી હતી.
સત્રને અંતે સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૨,૮૮૧.૯૩ પોઇન્ટની ઊંચી સપાટી સુધી જઇને અંતે ૨૮૧.૫૨ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકાના સુધારા સાથે ૭૨,૭૦૮.૧૬ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી સત્ર દરમિયાન ૨૨,૧૮૬.૬૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૮૧.૬૦ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા વધીને ૨૨,૧૨૨.૩૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં બજાજ ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, મારુતિ સુઝુકી, આઇટીસી અને નેસ્લે ટોપ ગેઇનર બન્યાં હતાં. જ્યારે લાર્સન એન્ડ ટૂબ્રો, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરમાં સામેલ હતા.
Taboola Feed