નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી, ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું…

નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે ફરીદાબાદના ધોજ વિસ્તારમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએ ધોજ વિસ્તારમાંથી એક ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું છે. તેમજ તપાસ એજન્સીને શંકા છે કે આતંકી મુઝમ્મિલ યુરિયાને ક્રશ કરવા માટે આનો ઉપયોગ કરતો હતો. જેનાથી આ લોકો વિસ્ફોટક બનાવતા હતા. એનઆઈએને શંકા છે કે જે હોસ્ટલના રૂમ નંબર 15માં 358 કિલો વિસ્ફોટક અને આઈઈડી જપ્ત કરવામાં આવ્યું હતું. તે આતંકી મુઝમ્મિલ આ ગ્રાઈન્ડરની મદદથી તૈયાર કર્યું હતું.

મુઝમ્મિલની માહિતીના આધારે ડ્રાઇવરની અટકાયત

તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીઓએ ફરીદાબાદના ધોજ વિસ્તારમાંથી શબ્બીર નામના ડ્રાઇવરની અટકાયત કરી હતી. તેના ઘરેથી એક ગ્રાઇન્ડર એક આટા મિલ અને અનેક ઇલેક્ટ્રોનિક મશીનો મળી આવ્યા હતા. આ મશીનો ધાતુને પણ દળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. મુઝમ્મિલે આ મશીનોનો ઉપયોગ યુરિયા પીસવા માટે કર્યો હતો. ત્યારબાદ અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ચોરાયેલા કેમિકલ ભેળવીને વિસ્ફોટકો તૈયાર કરવામાં આવતા હતા. ડૉ. મુઝમ્મિલની માહિતીના આધારે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી હતી.

તેની બહેનના લગ્ન માટે ભેટ તરીકે લાવ્યો હતો

એનઆઈએ ઓટો ડ્રાઈવરને કસ્ટડીમાં લીધા બાદ, તેની સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે. ઓટો ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે મુઝમ્મિલ આ મશીન તેના ઘરે લાવ્યો હતો. તેણે કહ્યું કે તે તેની બહેનના લગ્ન માટે ભેટ તરીકે લાવ્યો હતો. બાદમાં, તે આ મશીનો ધોજ લઈ ગયો અને તેનો ઉપયોગ હોસ્ટેલના રૂમ નંબર 15 માં યુરિયા પીસવા માટે કર્યો. જ્યાંથી 358 કિલો વિસ્ફોટક મળી આવ્યા. હાલમાં, તપાસ એજન્સીઓ વિસ્ફોટમાં સંડોવાયેલા લોકોની પણ ધરપકડ કરી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button