નેશનલ

છ રાજ્યમાં એનઆઇએના દરોડા

નવી દિલ્હી: એનઆઇએએ બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ) વિરુદ્ધ મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ જુલાઈ ૨૦૨૨માં પટનાના ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન દ્વારા પીએફઆઇ કેડર વિરુદ્ધ વડા પ્રધાનની મુલાકાત દરમિયાન ખલેલ પહોંચાડવા માટે ગુનાહિત ષડયંત્ર રચવા બદલ નોંધાયેલ કેસનો કબજો લીધો હતો અને એ અંગે દરોડા પાડ્યા હતા.

એનઆઇએએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હી સહિતના રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.

એનઆઇએની ટીમે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં અબ્દુલ વાહિદ શેખના ઘર પર દરોડા પાડ્યા હતા.

શેખ ૨૦૦૬ના રેલવે બ્લાસ્ટ કેસમાં આરોપી હતો, પરંતુ ટ્રાયલ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

રાજસ્થાનના ટોંક, કોટા અને ગંગાપુર અને નવી દિલ્હીમાં હૌઝ કાજી, બલ્લીમારનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર ૨૦૨૨માં, સરકારે પીએફઆઇ પર તેની કથિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધ લાદ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button