નેશનલ

દેશના સાત રાજ્યમાં એનઆઇએના દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ કર્ણાટકના કેદીઓને ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયબાની સહાયથી કટ્ટરપંથી બનાવવાના કિસ્સાના સંબંધમાં સાત રાજ્યમાં ૧૭ ઠેકાણે મંગળવારે દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ પ્રકરણમાં આઠ જણની સામે તહોમતનામું નોંધાવ્યું હતું. આ તહોમતનામામાં બેંગલૂરુની મધ્યવર્તી જેલમાં ૨૦૧૩થી જનમટીપ ભોગવતા કેરળના ક્ધનુરના ટી. નાસીર અને જુનૈદ અહેમદ ઉર્ફે ‘જેડી’ તેમ જ સલમાન ખાનના નામનો સમાવેશ થાય છે. ટી. નાસીર અને જુનૈદ અહેમદ ઉર્ફે ‘જેડી’ વિદેશ ભાગી ગયા હતા.

બેંગલૂરુ શહેરની પોલીસે સાત આરોપી પાસેથી ૧૮ જુલાઇએ શસ્ત્રો, દારૂગોળો, હાથગોળા, વૉકી-ટૉકી જપ્ત કર્યા હતા. આ સાતે જણ એક અન્ય આરોપીના ઘરમાંથી
પકડાયા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં માલૂમ પડ્યું હતું કે અનેક ધડાકામાં સંડોવાયેલો નાસીર ૨૦૧૭માં બેંગલૂરુની જેલમાં હતો ત્યારે અન્ય આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો. નાસીરે આ બધા આરોપીઓને જેલમાંના પોતાના બેરેકમાં શિફ્ટ કરાવ્યા હતા અને ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયબામાં જોડાવા માટે સમજાવ્યા હતા. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button