દિલ્હી વિસ્ફોટના તાર કાશ્મીર સુધી! NIAની આઠ સ્થળો પર સઘન તપાસ

નવી દિલ્હીઃ દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે એનઆઈએ જમ્મુ-કાશ્મીરનીા કાજીગુંડ સહિત આઠ સ્થળો પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દિલ્હી કાર બ્લાસ્ટ મુદ્દે મહત્ત્વની માહિતી મેળવવાના ઈરાદે કરવામાં આવી છે. એનઆઈએની ટીમે આજે સવારથી જ જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એજન્સીનો હેતુ આ પાછળ કોઈ આતંકી સંગઠન કે વ્યક્તિ હોવાની ભાળ મેળવવાનો છે.
એનઆઈએની એક ટીમ દ્વારા હાલમાં શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ કરી રહી છે. જે દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપીઓમાંથી એક છે. તપાસ એજન્સીની એક ટીમ આજે સવારે નદીગામ વિસ્તારમાં પહોંચી હતી અને જ્યાં મૌલવી ઇરફાનના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં દિલ્હીમાં થયેલા એક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો અને તેના કારણે સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર આવી ગઈ હતી. આ ઘટનાના તુરંત બાદ એનઆઈએ એ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી અને ત્યારથી તે સતત શંકાસ્પદોની ઓળખ કરી રહી છે અને તેમને પકડી રહી છે.
આ પણ વાંચો…17 વર્ષે પણ મુંબઈમાં 26/11 હુમલાના જખમો તાજા: તહવ્વુર રાણા વિરુદ્ધ ગાળિયો કસવા NIA એક્ટિવ મોડમાં…



