તહવ્વુર રાણાને ભારત લાવ્યા પછી NIA એ આપ્યું નિવેદન, કોઈ રસ્તો બચ્યો નથી….
અમેરિકાથી ભારત લાવવામાં આ અધિકારીની છે મહત્ત્વની ભૂમિકા, કોણ છે?

નવી દિલ્હીઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવનારા તહવ્વુર રાણાને ભારત લાવવામાં સરકારને સફળતા મળી છે. આ કામગીરી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની એક વિશેષ (IPS) ટીમની મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે અમેરિકાથી ભારત તહવ્વુર રાણાને ભારત અને અમેરિકા વચ્ચેની પ્રત્યર્પણ સમજૂતી અન્વયે લાવવામાં આવ્યો છે. પ્રત્યર્પણ સમજૂતી અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા પછી અમેરિકામાં તેની ધરપકડ કરી રાખી હતી. પ્રત્યર્પણની પ્રક્રિયા પૂરી થયા પછી રાણાની પાસે કોઈ કાયદાકીય રસ્તો બચ્યો નથી.
એનઆઈએએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કેલિફોર્નિયાની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 16 મે 2023ના રાણાના પ્રત્યર્પણનો આદેશ આપ્યો હતો એના પછી રાણાએ નાઈન્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં અરજી કરી હતી, પરંતુ ત્યાં ફગાવી હતી. તહવ્વુર રાણાએ એના પછી અમેરિકન સુપ્રીમ કોર્ટમાં રિટ ઓફ સર્ટિયોરેરી પિટિશનમાં બે હેબિયસ અરજી અને એક ઈમર્જન્સી એપ્લિકેશન કરી હતી. ભારત સરકારે અમેરિકન સરકારે વોન્ટેડ ટેરરિસ્ટ માટે સરેન્ડર વોરન્ટ હાંસલ કર્યા પછી બંને દેશોની વચ્ચે પ્રત્યર્પણની પ્રક્રિયા શરુ કરી હતી. અમેરિકાના ન્યાય વિભાગ અને યુએસ સ્કાઈ માર્શલની મદદથી એનઆઈએએ અન્ય ભારતીય ગુપ્તચર એજન્સી અને એનએસજીની સાથે આ પ્રક્રિયાને પાર પાડી હતી.
આ પણ વાંચો: કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’.
એનઆઈએને સફળતા અપાવનાર ટીમમાં કોણ છે?
એનઆઈએની ટીમની સફળતા પછી ભારત લાવવામાં આવ્યો છે તહવ્વુર રાણાને. તહવ્વુર રાણાને ભારત લાવનારી ટીમમાં સામેલ અધિકારીઓની અમેરિકા વિગતવાર તપાસ કરવાની સાથે સુરક્ષાની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. એનઆઈએની હોનહાર ટીમના અધિકારીઓમાં બે ઝારખંડ અને છત્તીસગઢના એક અધિકારીનો સમાવેશ થયો હતો.
આ ટીમમાં આશીષ બત્રાનું નામ લેવાય છે. ઝારખંડ પોલીસ કેડરના 1997ની બેચના આઈપીએસ અધિકારી છે, જ્યારે જહાનાબાદ અને રાંચીમાં બત્રાએ સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ એનઆઈએના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે કામગીરી કરે છે. ઉપરાંત, ટીમના બીજા નંબરના મહત્ત્વના આઈપીએસ અધિકારી છે, જે 2011ની બેચના ઝારખંડ કેડરનાં આઈપીએસ અધિકારી જયા રાય છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી)ના હોદ્દે કાર્યરત જયા રાય હાલમાં સિનિયર પબ્લિક રિલેશન ઓફિસરની જવાબદારી સંભાળે છે.
આ પણ વાંચો: તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં આવ્યો, પાકિસ્તાને આપ્યું આવું નિવેદન
અન્ય ત્રીજા અધિકારી છે પ્રભાત કુમાર, જે છત્તીગસઢ કેડરના 2019 બેચના આઈપીએસ અધિકારી છે. એનઆઈએમાં સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (એસપી) તરીકે કાર્યરત પ્રભાત કુમાર અમેરિકાની ટીમની સાથે કામ કર્યું હતું અને ભારતમાં રાણાના આગમનની તૈયારીઓ કરી હતી. દિલ્હીથી એનઆઈએના હેડ ક્વાર્ટર સુધી ઓપરેશનના કોઓર્ડિનેટર પણ છે. ટીમે અમેરિકાની કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેને અમેરિકાથી દિલ્હી લાવવામાં આવ્યો છે. રાણાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે તેમ જ તેની સુરક્ષા અને પૂછપરછની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યર્પણની વાત ભારત સરકારની એક કૂટનીતિ અને કાયદાકીય સફળતા પણ માનવામાં આવે છે.
અહીં એ જણાવવાનું કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા, જ્યારે 238 લોકોને ઈજા પહોંચી હતી. ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે અમેરિકાના સંબંધિત અધિકારીઓની સાથે સંકલન સાધીને આ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.