ટોપ ન્યૂઝનેશનલ

RameshwaramCafe Blast Case: NIAને મળી મોટી સફળતા, બે આરોપીઓને ધરપકડ

કોલકાતા: કર્ણાટકના બેંગલુરુના રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટ કેસ(RameshwaramCafe Blast Case)માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા હાથ લાગી છે. NIAએ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળના કોલકાતા નજીકથી આ કેસ સાથે સંકળાયેલા બે ફરાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા.

NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ફરાર અદબુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝિબને કોલકાતા નજીક તેમના ગુપ્ત ઠેકાણાથી પકડી પાડવામાં આવ્યા હતા અને NIAની ટીમે તેમની ધરપકડ કરી હતી. 12 એપ્રિલની સવારે NIAએ કોલકાતા નજીકથી ફરાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેઓ ખોટી ઓળખ બનાવી છુપાયેલા હતા.”

ગયા મહિને NIAએ 30 વર્ષીય તાહા અને શાજીબના ફોટોગ્રાફ્સ સાથે તેમની સાથે જોડાયેલી માહિતી જાહેર કરી હતી. આ આતંકવાદીઓ પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “શાજીબ એ આરોપી છે જેણે કાફેમાં IED રાખ્યું હતું અને તે તાહા બ્લાસ્ટની યોજના બનાવવા અને તેને અંજામ આપવા પાછળનો માસ્ટરમાઈન્ડ છે


Also Read: Rameshwaram Cafe blast: ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ધરપકડ


આતંકવાદીઓને પકડવા માટે બંગાળ, તેલંગાણા, કર્ણાટક અને કેરળની રાજ્ય પોલીસ સાથે NIAએ સંકલન કર્યું હતું. NIAએ કહ્યું કે 300 થી વધુ કેમેરાના સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે 2020માં સુરક્ષા એજન્સીઓના રડાર પર આવેલા ISISના બે ઓપરેટિવ શાજીબ અને તાહાએ રામેશ્વરમ કેફે વિસ્ફોટને અંજામ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button