
નવી દિલ્હી : ભારતમાં અનેક એરલાઇન્સ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી(Bomb Threat)મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેના પગલે આ ફલાઇટને રોમ ડાયવર્ટ કરવામાં આવી છે. અમેરિકા મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષા કારણોસર ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઇટ અમેરિકન એરલાઇન્સની છે. બોમ્બની ધમકી બાદ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA292 ને રોમના ફિયુમિસિનો એરપોર્ટ પર કટોકટીમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
Also read : Delhi વિધાનસભાના સોમવારથી શરૂ થનારા સત્ર પૂર્વે સીએમ રેખા ગુપ્તાએ કરી આ જાહેરાત
ક્રૂ સભ્યોને વિસ્ફોટક ઉપકરણની માહિતી
જેમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના પગલે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. એરનેવ રડાર ટ્રેકિંગ સેવા અનુસાર વિમાને ભૂમધ્ય સમુદ્ર પર અચાનક પોતાનો રુટ બદલી નાખ્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે રોમ તરફ ડાયવર્ટ થયું હતું.
Also read : Mahakumbh 2025:સીએમ યોગીએ કહ્યું, મહાકુંભ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક
યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને એલર્ટ
જેની બાદ રોમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત ઇટાલિયન અધિકારીઓ આ અંગે હાઇ એલર્ટ પર છે. વિમાન એરપોર્ટ પર પહોંચ્યા પછી પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.અહેવાલ મુજબ, અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.