મુંબઈ: આજથી નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે, દુનિયાભરમાં નવા વર્ષને વધાવવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ નવા વર્ષનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે નવા વર્ષને આવકારવા હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન આતશબાજી પણ જોવા મળી હતી.
વિવિધ જગ્યાએ ઉજવણી:
સિટી ઓફ જોય કોલકાતામાં પણ નવા વર્ષનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. નોઈડાના જીઆઈપી મોલમાં મોડી રાત સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
પોલીસકર્મીઓની સરાહનીય કાર્યવાહી:
નવા વર્ષનું ઉજવણી માટે એકઠા થયેલા લોકોની સુરક્ષા કરવા અને કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે મંગળવારે હજારો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા ડ્રીંક એન્ડ ડ્રાઇવિંગને રોકવા ટ્રાફિક પોલીસકર્મીઓએ સતત ખડે પગે રહીને ચેકિંગ હાથ ધર્યું હતું.
Also read: નવા વર્ષે જરૂરી છે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા
નવા વર્ષ પહેલાની રાત્રે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં 14,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં 12,000થી વધુ પોલીસ કોન્સ્ટેબલ, 2,184 અધિકારીઓ, 53 આસિસ્ટન્ટ કમિશનર, 29 ડેપ્યુટી કમિશનર અને આઠ એડિશનલ કમિશનર સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારી રેલવે પોલીસે રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર પણ સુરક્ષા વધારી દીધી છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 7,500 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં. જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચોકીઓ અને પોલીસ તૈનાતમાં વધારો કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમામ રહેવાસીઓ અને મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.’