360 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત થવાના મામલે નવો વળાંક! લેડી ડોક્ટર સાથે આતંકવાદીઓનું કનેક્શન ખૂલ્યું

ચંદીગઢ: પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, એક કાશ્મીરી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેની ભાડાની રહેણાંક જગ્યા પરથી આશરે 360 કિલોગ્રામ વિસ્ફોટકો જે એમોનિયમ નાઈટ્રેટ હોવાની શંકા છે તેમજ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
આ ઓપરેશન ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ મુઝમ્મિલ શકીલ તરીકે થઈ છે, જે અલ ફલાહ યુનિવર્સિટીમાં શિક્ષક છે. આ યુનિવર્સિટી હરિયાણાના ધોજ ખાતે આવેલી છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આતંકી મુઝમ્મિલના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. આતંકી મુઝમ્મિલના તાર એક લેડી ડોક્ટર સાથે પણ જોડાયેલા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી મુઝમ્મિલ જે કાર ચલાવતો હતો, તે કાર આ લેડી ડોક્ટરની છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાડીનો નંબર સામે આવ્યા બાદ લેડી ડોક્ટર પોતે જમ્મુ પોલીસ પાસે ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ લેડી ડોક્ટરની પૂછપરછ કરી રહી છે.
આતંકી મુઝમ્મિલ એક મકાનમાં ભાડેથી રહેતો હતો. આજે સોમવારે, પોલીસે તેની પૂછપરછના આધારે રૂમમાંથી 360 કિલોગ્રામ વિસ્ફોટકો જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, એક કેનનકાપ રાઇફલ, પાંચ મેગેઝીન, એક પિસ્તોલ, અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યા છે. આઠ મોટા સૂટકેસ, ચાર નાના સૂટકેસ, ડોલ (બાલ્ટી), ટાઇમર બેટરી સાથે, રિમોટ, વોકી-ટોકી સેટ, ઇલેક્ટ્રિક વાયર સહિતનો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય; રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત



