જેટલી કાર ચલાવશો એટલો ટોલ આપવો પડશે, જાણો સરકારની નવી ટોલ નીતિ અંગે...

જેટલી કાર ચલાવશો એટલો ટોલ આપવો પડશે, જાણો સરકારની નવી ટોલ નીતિ અંગે…

નવી ટોલ નીતિ વર્તમાન વ્યવસ્થાની તુલનામાં વધારે સુવિધાજનક હશે

નવી દિલ્હીઃ દેશભરમાં એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા મુસાફરોને જલદી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશમાં નવી ટોલ પોલિસી લાગુ થશે. જે અંતર્ગત ટોલ બૂથ પર ફાસ્ટેગના વધુ કેમેરા લગાવવામાં આવશે. કેમેરા નંબર પ્લેટ ચેક કરશે, જ્યારે ફાસ્ટ ટેગ ટોલના પૈસા કાપશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જેટલા કિલોમીટરની મુસાફરી હશે તેટલો જ ટોલ લાગશે. ટોલના પૈસા સીધા જ બેંક એકાઉન્ટમાંથી કપાશે. નવી ટોલ નીતિ વર્તમાન વ્યવસ્થાની તુલનામાં વધારે સુવિધાજનક હશે. તેનાથી લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળશે.

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર સરકારે ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તર પ્રદેશમાંથી પસાર થતાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર સૌથી વધારે 7060 કરોડ રૂપિયાનો ટોલ એકત્ર કર્યો હતો. જે બાદ રાજસ્થાને 5967.13 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રે 5115.38 કરોડ રૂપિયાનો ટોલ એકત્ર કર્યો હતો. જાણકારી આપતી વખતે ગડકરીએ કહ્યું કે, સરકાર ટોલ પદ્ધતિ ‘પાસ’ પર કામ કરી રહી છે.

ટોલ પ્લાઝા ભારતના રોડ નેટવર્કના વિકાસ અને જાળવણી માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અને ફાસ્ટેગ જેવી સિસ્ટમ્સ મુસાફરીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવી રહી છે. ભારતમાં, ટોલ પ્લાઝા પર શુલ્ક વસૂલવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાં ફાસ્ટેગ સિસ્ટમ સૌથી પ્રચલિત અને ફરજિયાત બની ગઈ છે. હાઇવે, એક્સપ્રેસવે, પુલ અથવા ટનલ જેવા મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ પર લેવામાં આવે છે.

Back to top button