4થી ઓક્ટોબરથી ચેક એ જ દિવસે થશે ક્લિયર! RBIના નવા નિયમ હેઠળ ગ્રાહકોએ શું ધ્યાન રાખવું પડશે?

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ગણાતી એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ મહત્ત્વની માહિતી ચેક ક્લિયરિંગ સંબંધિત છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચોથી ઓક્ટોબરથી ડિપોઝિટ કરવામાં આવેલા ચેક એ જ દિવસે ક્લિયર થઈ જશે અને આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમ હેઠળ લેવામાં આવ્યો છે. આવો જોઈએ શું છે આ સિસ્ટમ-
સુત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ચેકને જલદી ક્લિયર કરવા અને પેમેન્ટ કરવા માટે કેટલાક દિશા-નિર્દેશ આપ્યા છે. એચડીએફસી બેંક દ્વારા ચોથી ઓક્ટોબરથી એ જ દિવસે ચેક ક્લિયર કરવામાં આવશે. એચડીએફસી બેંક સિવાય આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પણ આ જ દિવસથી આ સુવિધા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Big news: ચેક ક્લિયરન્સ માટે નહીં જોવી પડે રાહ, કલાકોમાં પૈસા તમારા ખાતામાં
એચડીએફસી બેંકે પોતાના તમામ ગ્રાહકોને આ થનારા નવા ફેરફાર વિશે જાણકારી આપી છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોથી ઓક્ટોબરથી ચેક કલાકોમાં જ ક્લિયર થઈ જશે. આ નવા ફેરફારને કારણે ચેક આપનાર ખાતાધારકોએ પોતાના એકાઉન્ટમાં પૂરતા પૈસા રાખવા પડશે. આ સિવાય ચેક પરની સહી પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ.
બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવેલી માહિતીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્રોડથી બચવા માટે પોઝિટિવ પે ફીચરનો ઉપયોગ કરો. વાત કરીએ પોઝિટિવ પે શું છે તો એચડીએફસી બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ખાતાધારકે ચેકથી પેમેન્ટમાં સિક્યોરિટી એડ કરવા માટે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ ચેકમાં હેરફેર કરીને થનારી છેતરપિંડીને રોકવાનો છે.
આ પણ વાંચો: ચેક પર ખોટી જગ્યાએ સહી કરવાથી ખાતું થઈ જશે ખાલી, જાણો RBIના નિયમો
બેંક દ્વારા 50,000 રૂપિયા કે એનાથી વધારાના ચેક માટે પોઝિટિવ પે નામની આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ જ્યારે કોઈ ચેક ઈશ્યુ કરવામાં આવે છે તો આ ચેક સાથે સંકળાયેલી માહિતી બેંકને આપવી પડશે. જે બેંકને પેમેન્ટ કરવાનું છે તે એ માહિતીના આધારે જ ચેકને પેમેન્ટ માટે પ્રોસેસ કરે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.