નેશનલ

સોનમ રઘુવંશી કેસમાં નવો ખુલાસોઃ રાજ સાથેના પ્રેમની ખબર હતી ઘરના આ સભ્યને

ઈન્દોરઃ દેશભરમાં ચકચાર જગાવનારા કેસમાં એક વધારે ચોંકવનારો ખુલાસો થયો છે. આખી ઘટના બહાર આવ્યા બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે સોનમને રાજાને પરણવું ન હતું તો તેણે આ વાત પરિવારને કેમ ન કહી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર સોનમની માતાને દીકરીના પ્રેમસંબંધની જાણ હતી, છતાં તેની ઈચ્છા વિરુદ્ધ તેનાં લગ્ન કરાવ્યા હતા અને સોનમે ધમકી પણ આપી હતી કે જો આ લગ્ન થયા તો તેનું પરિણામ ભોગવવું પડશે. માતાને ખબર નહીં હોય કે પરિણામ આટલું વરવું અને ગંભીર આવશે.

રાજાના ભાઈએ કર્યો દાવો

મીડિયા સાથે વાત કરતા રાજા રઘુવંશીના ભાઈ વિપિને કહ્યું હતું કે સોનમનો ભાઈ ગોવિંદ આ ઘટનાથી સ્તબ્ધ છે અને તે ઈચ્છે છે કે તેની બહેનને સખત સજા થાય. તેણે એમ પણ કહ્યું કે મારી માતાને ખબર હતી કે સોનમ અને રાજ કુશાવાહ એકબીજાને પ્રેમ કરે છે અને સોનમ રાજાને પરણવા માગતી નથી, પરંતુ મારી મમ્મીને આ સંબંધ મંજૂર ન હતો અને તેથી તેમણે રાજા સાથે સોનમના લગ્ન નક્કી કરાવ્યા હતા, પરંતુ સોનમે તેમને પરિણામો ભોગવવવાની ચીમકી આપી હતી.

રાજા રેગ્યલુર જીમર હતો અને તેને મારવો સહેલો ન હતો

રાજા રઘુવંશી ઈન્દોરનો સમૃદ્ધ બિઝનેસમેન હતો અને નિયમિતપણે જીમ જતો હતો. રાજાના ભાઈએ કહ્યું કે મારા ભાઈ પર હુમલો કરી તેને મારી નાખવો આસાન નથી. તે ઘણો જ મજબૂત છે અને નિયમિત જીમ જાય છે. આથી જ ત્રણ હત્યારામાંથી એકના કહેવા અનુસાર રાજાને મારવું ઘણું જ અઘરું હતું અને સોનમે મદદ કરવી પડી હતી.

લગ્ન પહેલા પણ મારવાનો પ્લાન હતો પણ…

તપાસ કરતી પોલીસને જે જે જાણકારી મળી રહી છે તે તમામ ચોંકાવનારી છે. પોલીસના કહેવા અનુસાર રાજ કુશાવાહ અને ત્રણ હત્યારાઓ સોનમ અને રાજાના લગ્ન પહેલા જ મળતા હતા. ઈન્દોરના ગ્રાઉન્ડ નંબર 155માં જ આ કાવતરા ઘડાયા હતા, પણ કામ થયું નહીં. જોકે પોલીસનું કહેવાનું છે કે હત્યાનો હેતુ માત્ર રાજ સાથે લગ્ન હતા કે બીજો કોઈ તે હજુ વધારે તપાસ બાદ બહાર આવી શકે છે.

આપણ વાંચો:  સોનમ-મુસ્કાને કેમ કર્યું આવું અઘોરી કૃત્યઃ આ chilling murder caseપાછળનું સામાજિક ગણિત પણ સમજવા જેવું

રાજ કુશાવાહની માતાનો વિલાપ, હવે અમારું કોણ

આ સમગ્ર હત્યાકાંડમાં જેની માટે થયો હોવાનું માનવામાં આવે છે તે રાજ કુશાવાહ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. રાજની માતાએ મીડિયા સાથે રડતા રડતા વાત કરતા કહ્યું હતું કે મારો દીકરો આ રીતે સોનમની જાળમાં ફસાઈ આવું કરી બેસશે તે અમને માનવામાં આવતું નથી. અમારું આગળ-પાછળ બીજું કોઈ નથી. જોકે તેણે કહ્યું હતું ક રાજ આવો છોકરો નથી. એક વૃદ્ધ શાક વેચવાવાળો ખુલ્લા પગે ચાલતો હતો તો રાજે તેને પોતાના ચપ્પલ પહેરવા આપી દીધા હતા અને તે બે દિવસ ચપ્પલ વિના ફરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે સોનમ અને રાજ વચ્ચેના સંબંધો વિશે અમને તો નહીં પણ કોઈને જાણ ન હતી. રાજ ત્યાં બે વર્ષની નોકરી કરતો હતો. આવા સંબંધો છુપાતા નથી, પરંતુ કોઈને જાણ હોવાનું બહાર આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button