નેશનલ

મેરઠ હત્યાકાંડમાં નવો ખુલાસો! મુસ્કાને સૌરભનો મૃતદેહ છુપાવવા માટે ડ્રમ નહીં, પણ…

મેરઠ: મેરઠના હત્યાકાંડ પછી ભારતમાં બીજી પણ ત્રણથી ચાર હત્યાની ઘટના બની ગઈ છે, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. પરંતુ મેરઠનો કેસ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. મેરઠમાં મુસ્કાન રસ્તોગી નામની યુવતીએ પ્રેમી સાહિલ સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. અત્યારે આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યાં છે, પરંતુ હત્યાને લઈને અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સૌરભની હત્યા કર્યા બાદ મુસ્કાન અને સાહિલને લાશના ટુકડા કરીને સિમેન્ટ સાથે ડ્રમમાં ભરી દીધી હતા, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યારાઓનો પ્લાન કંઈક અલગ જ હતો.

આ પણ વાંચો: મુસ્કાન આટલી નિર્દયી કેવી રીતે બની ગઈ? સામે આવ્યો દર્દનાક હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ…

સૌરભના ગળા પર છરીના દસથી 12 ઘા નિશાન મળ્યાં

મુસ્કાન અને સાહિલે સૌરભના ગળા પર છરીના દસથી 12 જેટલા ઘા માર્યા હતા, જેના કારણે સૌરભનું દર્દનાક મોત થયું હતું. એટલું જ નહીં હત્યા કર્યા બાદ પણ તેના મૃતદેહ સાથે ક્રૂરતા કરવામાં આવી અને તેને છુપાવવા માટે પ્લાન બનાવ્યો હતો. પહેલા આ લોકોનો પ્લાન લાશને સુટકેસમાં ભરવાનો હતો પરંતુ મૃતદેહ સુટકેસમાં સમાઈ નહોતી. ત્યાર બાદ મુસ્કાન બજારમાંથી ડ્રમ લઈને આવી અને લાશને સિમેન્ટ સાથે ડ્રમમાં ભરી દીધી હતી. બાદમાં બન્ને મનાલી અને શિમલા ફરવા માટે જતાં રહ્યાં હતાં.

ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી દરેક પુરાવા શોધી કાઢ્યા

હત્યા કર્યા બાદ આરોપીઓએ તમામ પુરાવા હટાવી દેવામાં પ્રયત્નો કર્યા હતાં. ઘટનાસ્થળ પરથી લોહીના દાગ હટાવવા માટે આરોપીઓ બ્લિચિંગ પાવડર અને બેડ સીટનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળ પરથી લાહીના દાગ મળી આવ્યાં હતી. ઘટનાની વધારે તપાસ કરતા ફોરેન્સિક ટીમને ગુનાના સ્થળેથી છરી પર સાહિલ અને મુસ્કાનના ફિંગરપ્રિન્ટ્સ પણ મળ્યા હતાં. જેથી એ સાબિત થઈ ગયું છે સૌરભની હત્યા સાહિલ અને મુસ્કાને કરી હતી. અત્યારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

હત્યાકાંડના કારણે મેરઠમાં ડ્રમનું વેચાણ ઘટી ગયું

આ કેસમાં પોલીસ સાયબર સેલની પણ મદદ લઈ રહી છે, જેથી આરોપીઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ શોધી શકાય. પોલીસ તેમના મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય ડિજિટલ ઉપકરણોની તપાસ કરી રહી છે. આ હત્યાકાંડના કારણે મેરઠમાં ડ્રમનું વેચાણ ઘટી ગયું છે, જેથી વેપારીઓ કહી રહ્યા છે, મુસ્કાર અને સાહિલે લાશને ડ્રમમાં છુપાવી તેમાં અમારો શું વાંક? કેટલાક વિસ્તારોમાં હવે ડ્રમ ખરીદવા માટે વેપારીઓ આધાર કાર્ડ માંગી રહ્યા છે. તેથી અનુમાન લગાવી શકાય કે સમગ્ર ઘટના દેશભરમાં કેટલી ચર્ચાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button