નેશનલ

શેરબજારમાં નવો ઇતિહાસ: નિફ્ટી પહેલી વખત ૨૦,૦૦૦ને સ્પર્શ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પહેલો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો અને મુંબઇ સમાચારમાં આજે વ્યકત કરેલી ધારણાં અનુસાર જ નિફ્ટીએ ૨૦,૦૦૦ પોઇન્ટની સપાટીને સ્પર્શ કરી લીધો હતો. વૈશ્વિક બજારના કેટલાક નકારાત્મક પરિબળો અને વિવિધ મેક્રોઇકોનોમિક ડેટાની અનિશ્ર્ચિત જાહેરાતને કારણે ૨૦,૦૦૦ માટે સપ્તાહનો અંદાજ બાંધવામાં આવ્યો હતો, પરંતુ પહેલા જ દિવસે નિફ્ટીએ આ સ્તરની ઉપર જમ્પ લગાવીને રોકાણકારોને અચરજમાં મૂકી દીધાં હતા.

વૈશ્વિક સંકેતો મિશ્ર
હોવા છતાં, નિફ્ટી ૧૯,૯૦૦ની આસપાસ મજબૂત નોટ સાથે ખુલ્યો હતો અને સત્ર દરમિયાન આગેકૂચ ચાલુ રહી હતી. સત્રના અંતિમ કલાકમાં, નિફ્ટી ઇન્ડેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ૨૦,૦૦૦ના આંકને પણ વટાવી ગયો હતો. સેન્સેક્સ પણ ૬૭,૫૦૦ની સપાટી પાર કરી ગયો છે જોકે, તે ૨૦ જુલાઈ, ૨૦૨૩ના રોજ સ્પર્શેલા તેના ૬૭,૬૧૯.૧૭ની વિક્રમી ઊંચી સપાટીથી ૪૯૨ પોઈન્ટ દૂર છે.

એ નોંધવું રહ્યું કે જુલાઈ ૨૦૨૩ બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો ૧૯,૯૯૫નો હતો. સત્ર દરમિયાન નિફટી ૧૮૮.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૯૪ પોઇન્ટના ઉછાળા સાથે ૨૦,૦૦૮.૧૫ પોઇન્ટને અથડાયા બાદ ૨૦,૦૦૦થી માત્ર ચારેક પોઇન્ટની નીચે રહીને અંતે ૧૭૬.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકાના સુધારા સાથે ૧૯,૯૯૬.૩૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

જ્યારે સેન્સેકસ ૫૭૩.૨૨ પોઇન્ટ અથવા તો ૦.૮૬ પોઇન્ટના ઉછાળા સાથે ૬૭,૧૭૨.૧૩ પોઇન્ટને અથડાયા બાદ અંતે ૫૨૮.૧૭ પોઇન્ટ અથવા તો ૦.૭૯ ટકાના સુધારા સાથે ૬૭,૧૨૭.૦૮ પોઇન્ટ પર સ્થિર થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?