નેશનલ

તેલંગણાના નવા પ્રધાનોનેપોર્ટફોલિયો સોંપાયો

ખાતાની યાદી: તેલંગણાના મુખ્ય પ્રધાન રેવાંત રેડ્ડીએ શનિવારે ગવર્નર તમિલિસાઈ સુંદરરાજનને પ્રધાનોના ખાતાની યાદી સુપરત કરી હતી. (એજન્સી)

હૈદરાબાદ: તેલંગણાના નવા મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ ૯ ડિસેમ્બરે રાજ્યપાલ તમિલસાઈ સૌંદરજનને પ્રધાનોના વિભાગોની સૂચિ સુપરત કરી હતી.

યાદી મુજબ, રેડ્ડીએ કાયદો અને વ્યવસ્થા અને શહેરી વિકાસ સહિત અનેક મુખ્ય પોર્ટફોલિયો પોતાની પાસે રાખ્યા છે.

મુખ્ય પ્રધાન ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ અને મ્યુનિસિપલ વહીવટીતંત્રની સાથે અન્ય તમામ પોર્ટફોલિયોનું પણ નેતૃત્વ કરશે જે હજુ ફાળવવાના બાકી છે.

નાયબ મુખ્ય પ્રધાન ભટ્ટી વિક્રમાર્ક મલ્લુને નાણાં અને આયોજન અને ઊર્જાના નિર્ણાયક પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા એન ઉત્તમ કુમાર રેડ્ડી, જેઓ ૭ ડિસેમ્બરે શપથ ગ્રહણ કરનારા ૧૧ પ્રધાનોમાં પણ હતા, તેમને સિંચાઈ, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગો સોંપવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશના વિભાજન પહેલા કિરણ કુમાર રેડ્ડીની આગેવાનીવાળી સરકારમાં છેલ્લે પ્રધાન તરીકે સેવા આપનાર રાજ્યના પીઢ રાજકારણી સી દામોદર રાજનરસિમ્હાને વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આરોગ્ય, તબીબી અને કુટુંબ કલ્યાણ મંત્રાલયો સોંપવામાં આવ્યા છે.

કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીને રસ્તાઓ અને ઇમારતો અને સિનેમેટોગ્રાફીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સરકારનાં બે મહિલા પ્રધાનમાં કોંડા સુરેખા વન અને પર્યાવરણ અને એન્ડોવમેન્ટ મંત્રાલયો અને ડી અનસૂયા ઉર્ફે સીતાક્કા પંચાયત રાજ, મહિલા અને બાળ કલ્યાણ અને ગ્રામીણ વિકાસ સંભાળશે.

પછાત વર્ગ કલ્યાણ અને પરિવહન મંત્રાલયનું નેતૃત્વ પોનમ પ્રભાકર કરશે, જ્યારે ડી શ્રીધર બાબુને કાયદાકીય બાબતોની સાથે ઉદ્યોગો અને આઈટી વિભાગો સોંપવામાં આવ્યા છે.
આબકારી, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય જુપલ્લી કૃષ્ણ રાવને આપવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button