
નવી દિલ્હી: ન્યૂ ઈન્ડિયા ફાઉન્ડેશન (NIF) દ્વારા બુધવારે એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશીપ 2024-25ના ગુજરાતી, તમિળ, હિન્દી અને ઉર્દૂના વિજેતાઓના નામ જાહેર કર્યાં હતાં. એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશિપ 10 ભારતીય ભાષાઓ આસામી, બાંગલા, ગુજરાતી, હિન્દી, ક્ધનડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, તમિલ અને ઉર્દૂમાંથી અંગ્રેજીમાં નોન-ફિક્શન કૃતિઓના અનુવાદ માટે આપવામાં આવે છે.
છ મહિનાના સમયગાળા માટે રૂ. છ લાખનું સ્ટાઈપેન્ડ દરેક વિજેતાને આપવામાં આવશે. ટ્રાન્સલેશન ફેલોશિપમાં ભારતીય ભાષાઓમાંથી 1850 પછીના સમયગાળાના ઐતિહાસિક સર્જનોનું અનુવાદ કરવામાં આવે છે એમ પણ ફાઉન્ડેશને જણાવ્યું હતું.
ગુજરાતીમાં હેમાંગ અશ્ર્વિનકુમારને ફેલોશિપ આપવામાં આવી છે, તેમણે મહાત્મા ગાંધીના પરિવારના દક્ષિણ આફ્રિકાના રહેવાસની વાતો જણાવતા પ્રભુદાસ ગાંધીના ‘જીવનનું પરોઢ’ પુસ્તકનો અનુવાદ કર્યો હતો. મહાત્મા ગાંધીના ભત્રીજા છગનલાલ ગાંધીના પુત્ર પ્રભુદાસ 1905માં આફ્રિકા ગયા બાદ તેમણે નજરે જોયેલી હકીકતો પર આ પુસ્તક આધારિત છે. હિન્દીમાં લેખક અચ્યુત ચેતનને રામધારી સિંહ દિનકરની સંસ્કૃતિ કે ચાર અધ્યાય પુસ્તકનો અનુવાદ કરવા માટે ફેલોશિપ આપવામાં આવી છે. (PTI)