નેશનલ

નિર્મલાના બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયા કે નહીં ?

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં રજુ કરેલા બજેટમાં ટેક્સમાં કોઈ મોટી રાહત મળશે તેવી લોકોને આશા હતી. જો કે અ બજેટમાં ટેકસને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ થશે. જો કે ઈન્કમટેક્સમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી.

બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કરદાતાઓ માટે વહીવટી પ્રક્રિયા સરળ બનાવતી અનેક મહત્વની જાહેરાતો કરી છે. સરકારે જાહેરાત કરી છે કે આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી દેશમાં ‘નવો ઇન્કમ ટેક્સ એક્ટ’ લાગુ કરવામાં આવશે. આ સાથે જ વિદેશ પ્રવાસ કરનારાઓ માટે મોટી રાહત આપતા TCSનો દર ૫ ટકાથી ઘટાડીને માત્ર ૨ ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વિદેશી મુસાફરી અને વિદેશમાં ચૂકવણી સસ્તી થશે.

રિટર્ન ફાઇલિંગની સમયમર્યાદામાં ફેરફાર

કરદાતાઓને મોટી રાહત આપતા નાણામંત્રીએ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અને રિવાઇઝ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. હવે સામાન્ય કરદાતાઓ (ITR 1 અને 2) ૩૧ જુલાઈ સુધી પોતાનું રિટર્ન ભરી શકશે, જ્યારે નોન-ઓડિટ બિઝનેસ કે ટ્રસ્ટ માટે આ સમયમર્યાદા ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

વધુમાં, મામૂલી ફી ભરીને રિટર્ન રિવાઇઝ કરવાનો સમય પણ ૩૧ ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ સુધી કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે હવે ટેક્સના નિયમોમાં નાની-મોટી ભૂલ કે ગોટાળાના કિસ્સામાં જેલની સજાને બદલે માત્ર દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button