New rule IMPS: બેનીફીશીયરીની વિગતો એડ કર્યા વગર ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકાશે, જાણો કઈ રીતે

નવી દિલ્હી: આગામી મહિનાની શરૂઆતથી બેન્કિંગ સર્વિસમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ફેબ્રુઆરી, 2024 ના રોજથી, ગ્રાહકો ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ(IMPS) નો ઉપયોગ કરીને બેનીફીશીયરીની વિગતો એડ કર્યા બગર બેંક ખાતાઓ વચ્ચે ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકશે.
31 ઓક્ટોબર, 2023ના રોજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, તમામ યુઝર્સે 31 જાન્યુઆરી, 2024 સુધીમાં તમામ IMPS ચેનલો પર મોબાઈલ નંબર + બેંકના નામ દ્વારા ફંડ ટ્રાન્સફર શરૂ કરવા અને રિસીવ કરવા માટેના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. આ ફેરફારથી યુઝર્સ ટૂંક સમયમાં IMPS નો ઉપયોગ કરીને પ્રાપ્તકર્તાની વિગતો જેમ કે મોબાઇલ નંબર, બેંક ખાતાના નામ, એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ ઇનપુટ કર્યા વિના ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકશે. IMPS, 24×7 ઇન્સ્ટન્ટ ડોમેસ્ટિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, આ સિસ્ટમે ભારતના ફાઈનાન્સ સેક્ટરમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. તાજા અપડેટ મુજબ યુઝર્સ પ્રાપ્તકર્તાના મોબાઈલ નંબર અને બેંકના નામથી સરળતાથી ફંડ ટ્રાન્સફર કરી શકશે.
IMPS સુવિધાનો ઉપયોગ કરવા માટે, યુઝર્સ આ સ્ટેપ્સ અનુસરી શકે છે:
સ્ટેપ 1: મોબાઈલ બેંકિંગ એપ ખોલો.
સ્ટેપ 2: ‘ફંડ ટ્રાન્સફર’વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 3: ફંડ ટ્રાન્સફર માટે ‘IMPS’ પસંદ કરો.
સ્ટેપ 4: પ્રાપ્તકર્તાનો મોબાઈલ નંબર દાખલ કરો અને બેંકનું નામ દાખલ કરો; એકાઉન્ટ નંબર અથવા IFSC દાખલ કરવાની હવે જરૂર નહીં રહે.
સ્ટેપ 5: ₹5 લાખની મર્યાદામાં જે રકમ ટ્રાન્સફર કરવા માંગો છો એ દાખલ કરો.
સ્ટેપ 6: કમ્ફર્મ પર ક્લિક કરીને ટ્રાન્ઝેક્શનની પુષ્ટિ કરો.
સ્ટેપ 7: વન-ટાઇમ પાસવર્ડ (OTP) પ્રાપ્ત કર્યા પછી ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરો