નવી દિલ્હી : દેશમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ નાણાંકીય વ્યવહારને(New Rules 2025)લઈને અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. જેનો સૌથી મોટો ફાયદો પેન્શનધારકોને મળશે. હવે તેઓ દેશની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. 2025માં બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ નિયમો, ક્રેડિટ કાર્ડના લાભોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
પેન્શનધારકો કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે પેન્શનધારકોને વર્ષ 2025માં રાહત મળવાની છે. 1 જાન્યુઆરી, 2025 થી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પેન્શનના પૈસા ઉપાડવાના નિયમોને સરળ બનાવી રહ્યું છે. હવે પેન્શનધારકો તેમની પેન્શનની રકમ કોઈપણ બેંકમાંથી ઉપાડી શકશે. આ માટે તેમને કોઈ વધારાની ચકાસણીની જરૂર રહેશે નહીં. તેનાથી વૃદ્ધાવસ્થા પેન્શનરોને મોટી રાહત મળશે. કર્મચારી પેન્શન યોજનાના 78 લાખ સભ્યો 1 જાન્યુઆરી, 2025 સુધીમાં ભારતની કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે.
પ્રોવિડન્ટ ફંડના નાણાં પણ એટીએમમાંથી ઉપાડી શકાશે એક રિપોર્ટ અનુસાર, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પણ ATMમાંથી PF ના પૈસા ઉપાડવાની સુવિધા અને EPF યોગદાન મર્યાદા નાબૂદ કરવા સહિત ઘણા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે.
ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર ભારતીય રિઝર્વ બેંકે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા એફડી નિયમો જાન્યુઆરી 2025 થી અમલમાં આવશે. આરબીઆઈની માર્ગદર્શિકા જાહેર થાપણો સ્વીકારવા, લિક્વિડ એસેટ્સની લઘુત્તમ ટકાવારી જાળવવા અને જાહેર થાપણોની ચુકવણી જેવી શરતો સાથે સંબંધિત છે. નવા નિયમ મુજબ, NBFCs માં FD ધારકો પાકતી મુદત પહેલા નાની થાપણો રૂપિયા 10,000 થી ઓછી ઉપાડી શકે છે. જો એફડી ધારકો ગંભીર બીમારીથી પીડાતા હોય તો સમગ્ર રકમ ઉપાડી શકે છે.
UPI ચુકવણીઓ સંબંધિત નિયમોમાં ફેરફાર ભારતીય રિઝર્વ બેંક 1 જાન્યુઆરી, 2025 થી થર્ડ-પાર્ટી ફુલ-KYC પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા UPI ચૂકવણીને સક્ષમ કરશે. આ પગલાથી ગ્રાહકોને UPI ચુકવણીના પરિપ્રેક્ષ્યમાં સુગમતા મળશે. હવે લોકો પ્રીપેડ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે. આ પગલું PPI વૉલેટ ધારકોને UPI નો ઉપયોગ કરીને વ્યવહારો કરવા માટે થર્ડ-પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. આ અગાઉ આ સેવા હેઠળ મહત્તમ 5,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું, પરંતુ હવે આ મર્યાદા વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.
Also read: ભારતના આ સ્થળે છે સોનાની ખાણ, RBIના ભંડાર કરતાં પણ પાંચ ગણું છે અહીં સોનુ…
ITR ફાઈલિંગની તારીખ બદલાઈ નાણાકીય વર્ષ 2023-24 માટે આવક માટે સુધારેલા અને વિલંબિત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2024 થી વધારીને 15 જાન્યુઆરી, 2025 કરવામાં આવી છે. વિલંબિત ITR આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલ સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે. જો કરદાતાઓના રિટર્નમાં ભૂલો હોય તો તેઓ 15 જાન્યુઆરી સુધી સુધારેલા રિટર્ન પણ ફાઇલ કરી શકે છે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો બદલાવ કરાયો 1 જાન્યુઆરીથી, RuPay ક્રેડિટ કાર્ડ ધારકો માટે લાઉન્જ એન્ટ્રી સંબંધિત નિયમો બદલાશે. રુપે ક્રેડિટ કાર્ડ ધારકો માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. આ સુધારેલા ફેરફારમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસ માટે ટાયર-આધારિત ખર્ચ સેટ કરવાનો સમાવેશ થાય છે.