નેશનલ

ભારતમાં ઉભી થશે રોજગારીની નવી તકો, એક વર્ષમાં 10 લાખ યુવાનોને અપાશે AIની તાલીમ…

નવી દિલ્હી : દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. જેના પગલે આ ક્ષેત્રમાં ટ્રેઈન યુવાનોની પણ માંગ વધી રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનથી એક તાલીમ શિબીરની શરુઆત કરી છે. જેનો ઉદ્દેશ્ય એક વર્ષમાં દેશમાં 10 લાખ યુવાનોને AIતાલીમ આપવાનો છે. AI સ્કીલ યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે. તેમજ નાના વ્યવસાયોમાં ઉત્પાદકતામાં પણ વધારો કરશે.

AI રોજિંદા જીવનનો એક હિસ્સો બની

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઝડપી 5G રોલઆઉટની જેમ જ સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને AIમાં તાલીમ આપવાનું કામ તેજ ગતિએ થશે. તેમણે રાજસ્થાન પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સને વર્ચ્યુઅલી સંબોધતા જણાવ્યું હતું કે કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન દ્વારા ચલાવવામાં આવતી અગાઉની તકનીકી ક્રાંતિઓની જેમ AI રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગઈ છે. તેમણે તેની ભાવિ ભૂમિકાની તુલના ઈલેક્ટ્રીસીટી સાથે કરી હતી.

આ પણ વાંચો…કેરળમાં ૮૦,૦૦૦ શિક્ષકને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ અપાશે

ટેકનિકલ પરિવર્તનને સ્વીકારવું જોઈએ

તેમણે કહ્યું કે AI સર્વવ્યાપી બનશે અને દરેક વ્યક્તિ અને ઘર સુધી પહોંચશે. તેના સંભવિત ફાયદાઓ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું કે આ ટેકનિકલ પરિવર્તનને સ્વીકારવું જોઈએ અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ.તેમણે કહ્યું કે સમાજના વ્યાપક લાભ માટે AIનો ઉપયોગ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દેશના દસ લાખ નાગરિકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મફત તાલીમ આપવામાં આવશે. જેમાં ગ્રામ્ય સ્તરના ઉદ્યોગ સાહસિકો (VLEs)ને પ્રાથમિકતા આપવામાં આવશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button