ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી અગન ભઠ્ઠીમાં ફેરવાયું, વાસ્તવિક તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું…

નવી દિલ્હી : દેશના અનેક રાજયોમાં ચોમાસા પૂર્વે લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેમાં છેલ્લા બે દિવસના દિલ્હી અગન ભઠ્ઠીમાં ફેરવાયુ છે. જેના પગલે હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ગરમી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ 12 જૂન સુધી દિલ્હીમાં ખૂબ જ ગરમી રહેશે. બુધવારે દિવસનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન પણ 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર
દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું. દિલ્હીના આયાનગરમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું. જે આ સિઝનમાં સૌથી વધુ છે. જ્યારે રિજ વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીનું તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે.

વાસ્તવિક તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું
હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે વાસ્તવિક તાપમાન અથવા ગરમી સૂચકાંક 47.1 ડિગ્રી સેલ્સિયસ હતો, જ્યારે લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ‘વાસ્તવિક તાપમાન’ એ માનવ શરીર કેટલું ગરમ ​​કે ઠંડુ અનુભવે છે તેનું માપ છે. જેમાં હવાનું તાપમાન અને સંબંધિત ભેજ બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે.

PTI 

દિલ્હીમાં તાપમાન સતત વધી રહ્યું છે
આઇએમડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે સવારે 8:30 વાગ્યા સુધીમાં, રિજ સ્ટેશન પર મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પાલમમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

12 જૂન પછી દિલ્હીમાં વરસાદની શક્યતા
12 જૂન પછી દિલ્હીના લોકોને ભીષણ ગરમીથી થોડી રાહત મળી શકે છે કારણ કે હવામાન વિભાગે દિલ્હીના કેટલાક ભાગોમાં હળવા અને ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button