મહાકુંભ જવા દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડથી ગૂંગળામણની સ્થિતિ; ચાર મહિલા બેભાન
![Arrangements have been made to control the crowd at Delhi Railway Station, from morning to evening, from the moment they woke up.](/wp-content/uploads/2025/02/new-delhi-railway-chaos-maha-kumbh.webp)
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત આસ્થાના મહાપર્વ મહાકુંભનું હવે ટૂંક સમયમાં સમાપન થવાનુંહોય આથી પવિત્ર ડૂબકી લગાવવા માટે ભક્તોની મોટી ભીડ સંગમ કિનારે પહોંચી રહી છે. જેના કારણે રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોના રેલ્વે સ્ટેશનો પર પણ ભીડ જોવા મળી રહી છે. દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા છે. આ દરમિયાન ગૂંગળામણને કારણે ચાર મહિલાઓ બેભાન થઈ ગઈ હતી.
દિલ્હી રેલવે સ્ટેશન પર ગૂંગળામણની સ્થિતિ
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં જઈ રાઈ છે. જેને કારણે રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોન રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ પહોંચી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો પાસે ટિકિટ પણ ન હોય તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ભીડને કારણે ગૂંગળામણની સ્થિતિ સર્જાય ગઈ હતી. જેના કારણે ચાર મહિલાઓ બેભાન થઈ ગઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
Also read: ‘મહાકુંભ’ અંગે સુનિલ રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું એટલે મેં ડૂબકી નહીં લગાવી…
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં
પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. રેલવેના જણાવ્યા અનુસાર હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હકીકતમાં, મહાકુંભને ધ્યાનમાં રાખીને, માંગ પર બે કુંભ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. અચાનક મોટી સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર મુસાફરી કરવા માટે પહોંચી ગયા હતા.