ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીના નહેરુ વિહારમાં 9 વર્ષની બાળકીની શંકાસ્પદ હત્યા, પોલીસને દુષ્કર્મની આશંકા…

દિલ્હી: દિલ્હીમાં આવેલા નહેરુ વિહારમાં એક હૃદય કંપાવતી ઘટના બની છે. નહેરુ વિહારમાં એક એક સગીર છોકરીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ છોકરીના ચહેરા પર અનેક ઈજાના નિશાન છે. જે રીતે છોકરીનો મૃતદેહ મળ્યો છે તેને જોતા છોકરી સાથે દુષ્કર્મ થયા બાદ હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. આ કેસમાં પોલીસે દરેક દિશામાં તપાસ કરવાની રહેશે.

પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર ઘટનામાં પોલીસે પોક્સો એક્ટની કલમ 6 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ પ્રમાણે છોકરી સાથે જાતીય સતામણી થઈ હોવાની આશંકા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને શનિવારે રાત્રે પીસીઆર કોલ મળ્યો હતો અને આ અંગે માહિતી મળી હતી. દિલ્હી પોલીસને રાત્રે 8:41 વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો કે, નહેરુ વિહારમાં એક સૂટકેસમાં સગીર છોકરી મળી આવી છે.

9 વર્ષની છોકરી સાથે જાતીય સતામણી થઈ હોવાની આશંકા
માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે ત્યા સુધીમાં પિતા તેને જેપીસી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ છોકરીને મૃત જાહેર કરી હતી. મૃતક છોકરીની ઉંમર લગભગ 9 વર્ષની હોવાનું પણ જાણવા મળ્યું છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે છોકરીના ચહેરા પર ઘણા ઈજાના નિશાન છે. આ સમય દરમિયાન, ડોક્ટરોએ છોકરી પર જાતીય સતામણી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિકોને પોલીસને જાણ કરી એટલે આરોપી ભાગી ગયો
ઘટનાની વાત કરવામાં આવે તો, સગીર છોકરીના પિતાને નહેરુ વિહારના લેન નંબર 2 માં સ્થિત દયાલપુરમાં એક સુટકેસમાં બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે, આરોપીએ છોકરીના મૃતદેહને બ્રીફકેસમાં છુપાવી ક્યાંક ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોને આની જાણ થઈ એટલે આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો. FSL ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ નજીકમાં લગાવેલા CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ આરોપીઓ ઝડપી પાડવા માટે પોલીસે અનેક ટીમો તૈનાત કરીને તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો : Delhi: ચાંદની ચોક માર્કેટમાં બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button