ટોપ ન્યૂઝનેશનલ

‘ન ટ્રંકનું તાળું તૂટ્યું, ન તો પેપર ગાયબ થયું…’ NTAએ NEET મામલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો

નવી દિલ્હી: NEET-UG 2024 પરીક્ષામાં ગેરરીતી મામલે સંસદથી લઈને જુદા જુદા રાજ્યોમાં રોડ -સ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઇ રહય છે. આ મામલો રાષ્ટ્રીયસ્તરે મહત્વનો બની ગયો. હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ(NTA)એ આ મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં જવાબ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં, NTAએ કહ્યું કે પટના/હઝારીબાગ કેસમાં, કોઈપણ ટ્રંકમાંથી કોઈ પ્રશ્નપત્ર ગુમ થયું નથી. દરેક પ્રશ્નપત્ર પર એક યુનિક સીરીયલ નંબર હોય છે અને તે ચોક્કસ ઉમેદવારને સોંપવામાં આવે છે. કોઈ ટ્રંકનું તાળું તૂટેલું જોવા મળ્યું ન હતું.

NTA નિરીક્ષકોના અહેવાલમાં કંઈપણ અસામાન્ય થયું હોય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. NTAએ જણાવ્યું કે કમાન્ડ સેન્ટરમાં સીસીટીવી કવરેજ પર સતત નજર રાખવામાં આવી હતી. તેથી, કોઈ અનિચ્છનીય ઘટના અથવા પેપર લીક થવાના કોઈ સંકેતો નહોતા.

NTA એ ટેલિગ્રામ પર કથિત રીતે પેપર લીક થયાના આરોપને પણ નકારી કાઢ્યો હતો. NTAએ કહ્યું કે 4 મેના રોજ ટેલિગ્રામ પર લીક થયેલા પરીક્ષાના પેપરની તસવીર બતાવવામાં આવી હતી, એક તસવીર એડિટ કરવામાં આવી હતી. જ્યાં સમય 5 મે, 2024 ના રોજ 17:40 વાગ્યે દેખાય છે. પેપર લીકની ખોટી છાપ ઉભી કરવા માટે ટાઇમસ્ટેમ્પ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓ અને ચર્ચાઓ પુષ્ટિ કરે છે કે વિડિઓમાંના ફોટા એડિટ કરવામાં આવ્યા હતા, અને તારીખ 4 મેના રોજ પેપર લીક થયાનું દર્શાવવા તસ્વીરો એડિટ કરવામાં આવી હતી.

NTAએ કહ્યું કે ટ્રંકમાંથી કોઈ પ્રશ્નપત્ર ગાયબ નથી થયું. વોટ્સએપ અને ટેલિગ્રામના જમાનામાં પેપર ગાયબ કોણ કરે છે? ફોટો લે છે અને તેને મોકલી દે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે પરીક્ષાને વિવાદિત કરવા માટે ટેલિગ્રામના સ્ક્રીન શોટ્સને એડિટ કરવામાં આવ્યા હતા. કોણ NEET પરીક્ષાને વિવાદાસ્પદ બનાવવા માંગે છે તે પ્રશ્નનો હાલ કોઈ જવાબ નથી.

એકંદરે, જ્યારે સરકાર તપાસ પહેલા જ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કરી રહી હતી, ત્યારે સમાન એફિડેવિટની અપેક્ષા રાખવામાં આવી હતી. આ સાત સભ્યોની સમિતિમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ સરકારે જણાવ્યું નથી.

NTAએ 61 ઉમેદવારોને 720 માર્કસ અંગે સ્પષ્ટતા આપી અને કહ્યું કે 61 ઉમેદવારોમાંથી માત્ર 17 ઉમેદવારો એવા હતા જેમને 720 માર્કસ મળ્યા હતા. પરંતુ ફિઝિક્સની એક આન્સર કીમાં સુધારાને કારણે 44 ઉમેદવારોને 720 માર્ક્સ મળ્યા છે. NCERT પાઠ્યપુસ્તકની જૂની અને નવી આવૃત્તિઓ વચ્ચેના તફાવતને કારણે, વિષય નિષ્ણાતોએ વિચાર્યું કે આ પ્રશ્ન માટે, એક વિકલ્પને બદલે બે વિકલ્પો યોગ્ય ગણી શકાય. 44 ઉમેદવારો જેમણે ખોટો વિકલ્પ પસંદ કર્યો હતો અને અગાઉ 715 માર્ક્સ મેળવ્યા હતા તેઓ આન્સર કીના રિવિઝનને કારણે તેમને 720 માર્ક્સ મળ્યા.

NTAએ કહ્યું કે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવાની શંકા ધરાવતા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવામાં આવશે. ભારત સરકારે આ કામ પહેલેથી જ IIT મદ્રાસની નિષ્ણાત સંસ્થાને સોંપી દીધું છે. જેણે આ કામગીરી પૂર્ણ કરી છે અને આ અંગેનો વિગતવાર અહેવાલ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે. NEET ની પવિત્રતા સુનિશ્ચિત કરવા તે પછી જે પગલાં લેવામાં આવશે. 22.06.2024ના રોજ સરકાર દ્વારા પહેલેથી જ નિમણૂક કરાયેલા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ કરતી સાત સભ્યોની સમિતિના સંકલનમાં આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

હિતધારકો સાથે પરામર્શને ધ્યાનમાં રાખીને પરીક્ષાની રીતમાં ફેરફાર કરવા અને આખરે પેન અને પેપર મોડ (OMR આધારિત) થી કોમ્પ્યુટર-આધારિત પરીક્ષણ (CBT) મોડમાં શિફ્ટ કરવાના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. પરીક્ષાની પવિત્રતા અને અખંડિતતાને અસર કરતી ગેરરીતિની કોઈપણ ઘટનાને સંપૂર્ણપણે અટકાવી શકાય તે માટે આગળના વિકલ્પોની પણ શોધ કરવામાં આવી રહી છે.

CBI દ્વારા તપાસ પહેલેથી જ ચાલી રહી છે અને NTA વધુ માહિતી મેળવીને શહેરના સંયોજકો અને અન્ય પરીક્ષા અધિકારીઓની પૂછપરછ કરશે અને યોગ્ય પગલાં લેશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker