ટોપ ન્યૂઝનેશનલ

NEET UG Re-Exam: 1563 વિદ્યાર્થીઓની આવતી કાલે ફરીથી લેવાશે પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું છે કે 1563 ઉમેદવારોની NEET UG ની પરીક્ષા આવતીકાલે એટલે કે 23મી ફરીથી લેવામાં આવશે. આ માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, એમ NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે. આ પરીક્ષામાં ફરીથી કંઇ ગોટાળા ના થાય તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

NEET UG Re-Exam સાત કેન્દ્ર પર લેવામાં આવશે, જેમાંથી છ કેન્દ્ર નવા છે. મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત અને ચંદીગઢના છ કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવામાં વિલંબ થવાને કારણે વિદ્યાર્થીઓને થયેલા સમયની ભરપાઈ કરવા માટે NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓને જે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા, તે રદ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં NEETને હાલ પૂરતું રદ કરવાની સંભાવનાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કેટલીક ગેરરીતિઓની ઘટનાઓને કારણે, પરીક્ષા યોગ્ય રીતે પાસ કરનારા લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં ન મૂકી શકાય.
NEET UG પરીક્ષા 05 મે 2024 ના રોજ યોજાઈ હતી. તે હાલમાં ચર્ચાનો વિષય છે. NEET UG પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

આ કૌભાંડના તાર અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ NEET UG પરીક્ષા રદ કરીને તેને નવેસરથી આયોજિત કરવા માંગણી કરી રહ્યા છે, પણ હાલમાં તો આ પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને જ બેસવાની છૂટ આપવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો