ટોપ ન્યૂઝનેશનલ

NEET UG 2024: NTA એ રીએક્ઝામ માટે નોટિસ જાહેર કરી, આજે હાઈકોર્ટમાં વધુ એક અરજી પર સુનાવણી

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવા અંગે નોટિસ જાહેર કરી છે. આ પરીક્ષા 1563 ઉમેદવારો માટે જ લેવામાં આવશે જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ NEET UG પરિણામ સામે બે છોકરીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.

ગઈકાલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કર્યા હતા, જો કે, તેમને ચોઈસ આપવામાં આવી હતી કે જો તેઓ ગ્રેસ માર્કસ વિના તેમનો મૂળ સ્કોર રાખવા માંગતા હોય તો તેઓ રાખી શકે છે અને જો તેઓ ફરીથી પરીક્ષા આપવા માંગતા ન હોય તો ન આપે.

સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ મોકલી હતી જેમાં NEET ગોટાળા સંબંધિત ઘણા પ્રશ્નોના જવાબ માંગવામાં આવ્યા હતા. NTA એ આ ઉમેદવારો માટે પરીક્ષા ફરીથી યોજવાની વાત કરી હતી જેમને સમયની અછતને કારણે ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.

Read more: NEET EXAM: ગ્રેસ માર્કસ રદ, 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ, જાણો SCએ શું કહ્યું

NEET UGની રીએક્ઝામ 23 જૂન, 2024 ના રોજ લેવામાં આવશે. આ દિવસે પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન લેવામાં આવશે, NTA એ સંભવિત પરિણામની તારીખ પણ જાહેર કરી છે. આ મુજબ, NEET પુનઃ પરીક્ષાનું પરિણામ 30 જૂન, 2024 ના રોજ જાહેર થઈ શકે છે.

જે ઉમેદવારો NEET UG ની રીએક્ઝામમાં બેસવા માંગતા નથી તેઓ ગ્રેસ માર્ક્સ દૂર કરીને તેમના મૂળ સ્કોર્સ સાથે કાઉન્સેલિંગમાં હાજર થઈ શકે છે. જો કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું નક્કી કરે છે, તેમના માટે આ પરીક્ષા બાદનો સ્કોર અંતિમ રહેશે અને અગાઉનું પરિણામ રદ કરવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે પણ માર્કસ મળે છે તે અંતિમ ગણાશે.

Read more: NEET-UGની પરીક્ષામાં ગેરરીતિનો Godhraથી પર્દાફાશ; સાત લાખની રોકડ સાથે શિક્ષકની ધરપકડ

NTA એ એમ પણ કહ્યું છે કે NEET UGની રીએક્ઝામ માટેના એડ્મિટ કાર્ડ ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અપડેટ્સ માટે તમે NTA વેબસાઇટ nta.ac.in પર જઈ શકો છો. જો NEET UG રીએક્ઝામનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા હોય તો, તમે neet@nta.ac.in પર ઈમેલ મોકલી શકો છો. આ સાથે, તમે આ ફોન નંબરો – 011 – 40759000 / 011 – 69227700 પર પણ કૉલ કરી શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો