NEET Paper leak: બિહાર પોલીસને પેપર લીકના પુરાવા મળ્યા! ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થઇ શકે છે
નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં કથિત ગેરરીતી(Paper leak) મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ મામલે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ને પેપેર લીક અંગે કોઈ પુરાવા ન હોવાનો દાવો કર્યો છે, એવામાં આ મામલે બિહારમાં ચાલી રહેલી તપાસમાં પેપર લીક અંગે પ્રાથમિક પુરાવા હાથ લાગ્યા છે,
બિહાર પોલીસનું ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) પેપર લીકના આરોપોની તપાસ કરી રહ્યું છે. EOUના અધિક પોલીસ મહાનિર્દેશક એનએચ ખાને એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે તપાસ ટીમે નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA)ને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. જેના આધારે અમે કેટલાક ફોલો-અપ પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ. તપાસ દરમિયાન ટીમને કેટલાક એવી સામગ્રી મળી છે જે લિંક પેપર લીક સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે.
એનએચ ખાને કહ્યું કે બિહાર EOUની વિશેષ તપાસ ટીમ (SIT) એ તપાસની જવાબદારી લીધી છે. આ પછી, રાજ્યની સંગઠિત આંતર-રાજ્ય ગેંગ પાસેથી પરીક્ષા સંબંધિત ઘણા ઉમેદવારોના એડમિટ કાર્ડ અને પોસ્ટ-ડેટેડ ચેક જપ્ત કરવામાં આવ્યા હતા. SIT તપાસ કરી રહી છે કે પ્રશ્ન-જવાબ પત્રકો કોને અને ક્યાંથી મળ્યા. આ સાથે આ પુસ્તિકાઓ પરીક્ષા કેન્દ્રો સુધી કેવી રીતે પહોંચી તેણી પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગત શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે NEETની પરીક્ષા 5 મેના રોજ દેશના લગભગ 4500 કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાંથી માત્ર 6 પરીક્ષા કેન્દ્રો સિવાય NEETનું સંચાલન સારું રહ્યું છે. જો કે, તેમણે પેપર લીકના આરોપોને સદંતર ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જો આવું કંઈક થયું હશે તો તે તપાસમાં બહાર આવશે અને કોઈને બક્ષવામાં આવશે નહીં.
આ સાથે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર NEET ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આ પરીક્ષાને લગતા દરેકના સવાલો અને ચિંતાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને કોઈપણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરીક્ષા સંબંધિત તમામ તથ્યો સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે.
Also Read –