નેશનલ

ઓડિશામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી પૈસા પડાવનારી ગેંગ ઝડપાઈ…

ભુવનેશ્વરઃ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી નાણા ખંખેરવાના આરોપમાં એક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ કમિશ્નર એસ. ડી. સિંહે જણાવ્યું કે ઓડિશાના બે લોકો સહિત ચાર લોકોની શનિવારે ભુવનેશ્વર સ્પેશિયલ ક્રાઇમ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે આ ગેંગ મેડિકલ કોલેજોમાં પ્રવેશનું વચન આપીને મેડિકલ ઉમેદવારો પાસેથી પૈસા પડાવતી હતી. સિંહે કહ્યું કે ગેંગની યોજના નકલી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવાની હતી.

નેશનલ એલિજિબિલીટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) યુજી-૨૦૨૫ આજે બપોરે બેથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાવાની હતી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓની ઓળખ ઝારખંડના પ્રિયદર્શી કુમાર, બિહારના અરવિંદ કુમાર અને ઓડિશાના સુનીલ સામંત્રે અને રુદ્ર નારાયણ બેહરા તરીકે થઇ છે.

પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રેકેટમાં સ્થાનિક જાસૂસો સામેલ હતા. જેઓ આધાર કાર્ડ સહિત નીટ ઉમેદવારોની વિગતો મેળવતા હતા. જેનાથી તેમનું રજિસ્ટ્રેશન સરળ બનતું હતું.

એક વાર પ્રવેશ કાર્ડ મળી ગયા પછી તેને બિહારમાં કાર્યરત કાર્યકરોને સોંપવામાં આવતા હતા. પ્રોક્સી ઉમેદવારો પ્રવેશ કાર્ડની વિગતો સાથે છેડછાડ કરીને નીટ પરીક્ષા આપતા હોવાની શંકા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગેંગ પ્રતિ ઉમેદવાર ૨૦ થી ૩૦ લાખ રૂપિયા વસૂલતી હતી.

આપણ વાંચો : ઓડિશામાં એવું તે શું થયું કે 12 ધારાસભ્યોએ વિધાનસભાની બહાર રાત વિતાવવી પડી? જાણો વિગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button