નવી દિલ્હીઃ તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના નીરજ ચોપડાની ઑલિમ્પિક ગેમ્સની જર્સીને વર્લ્ડ ઍથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ કરીને તેનું મોટું સન્માન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હું પૈસા માટે ચેસ રમતો નથીઃ ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી મન મૂકીને વાતો કરી
નીરજ ચોપડાની ગણના ભારતના મહાન ઍથ્લીટોમાં થાય છે. તે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં જવેલિન થ્રોનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ એવા 23 ઍથ્લીટો-ખેલાડીઓમાં સામેલ છે જેમની જર્સી તેમ જ તેમની અન્ય ચીજોને વર્લ્ડ ઍથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સમાવવામાં આવી છે. આ ચીજો ઑનલાઇન થ્રી-ડી પ્લૅટફોર્મ પર પ્રદર્શિત છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં નીરજે ભાલો વધુમાં વધુ 89.45 મીટર દૂર ફેંક્યો હતો અને તમામ ઍથ્લીટોમાં તે બીજા નંબર પર રહ્યો હતો. પાકિસ્તાનના અર્શદ નદીમે ભાલો સૌતી વધુ 92.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
આ પણ વાંચો : મુંબઈ ઇન્ડિયન્સે 16 વર્ષની ટીનેજરને બનાવી દીધી કરોડપતિ! આક્રમક બૅટરમાં છે ધોનીવાળી ખૂબી…
નીરજ ચોપડા ઑલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર ચોથો ભારતીય છે. તે વર્લ્ડ ઍથ્લેટિક ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથજ્ઞ ભારતીય ખેલાડી છે.