નવી દિલ્હીઃ ચૂંટણી વર્ષમાં બજેટ રજૂ થાય ત્યારે સ્વાભાવિક મધ્યમવર્ગ રાહ જોઈને બેઠો હોય કે તેમણે ભરવા પડતા ટેક્સના સ્લેબમાં કોઈ રાહત મળે, પરંતુ હાલમાં જ રજૂ થયેલા મોદી સરકારના આ ટર્મના છેલ્લા વચગાળાના બજેટમાં ટેક્સપેર્યસને આવી કોઈ રાહત મળી નથી. નાણાં પ્રધાને પોતાનું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે
ટેક્સસ્લેબમાં કોઈ ફરેફાર કરવામાં આવ્યા નથી.
હાલમાં ઈન્કમચટેક્સ પેયર્સને રૂ. સાત લાખ સુધીની છૂટ મળી છે તે યથાવત રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે અમે ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરી છે. રિફંડ પણ જલદી આપવામાં આવે છે. જીએસટી કલેક્શન બમણું થયું છે. જીએસટીની મદદથી અપ્રત્યક્ષ કરવ્યવસ્થાને બદલવામાં આવી છે.
સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાદ્ય 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે. 10 વર્ષમાં આવકવેરાની વસૂલાત ત્રણ ગણી વધી છે. અમે ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ લાગતો નથી. 2025-2026 સુધીમાં ખાદ્યમાં વધુ ઘટાડો થશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો