નેશનલ

બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે: શાહ

ઝાંઝરપુર: ૨૦૨૪ની સંસદની ચૂંટણીમાં લોકસભાની બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે તેવું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. બિહારના મધુબની જિલ્લામાંના ઝાંઝરપુરમાં એક રેલીને સંબોધન કરતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએએ ૩૯ બેઠક જીતી હતી અને આવતા વર્ષે તમામ ૪૦ બેઠક જીતી નવો વિક્રમ સર્જશે. બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે અને તકવાદી જોડાણના પગલે પરિસ્થિતિ બગડશે. અમિત શાહે કહ્યું કે “બિહારમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ દરરોજ બગડી રહી છે અને આગામી દિવસોમાં મહાગઠબંધનની હાજરીમાં પરિસ્થિતિ બગડતી જશે. જો મોદી વડા પ્રધાન ફરી નહીં બને તો સમગ્ર સીમાવર્તી ક્ષેત્રમાં ઘૂસણખોરી જોવા મળશે.
નીતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવનું જોડાણ તેલ અને પાણીના મિશ્રણ જેવું છે અને ‘વધુ સમય એકમેક સાથે જોડાયેલા નહીં રહે.’ મહાગઠબંધને રામમંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિર નિર્માણ સાથે વિઘ્નો ઊભા કર્યા હતા.
કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટે તેવું બંને લાલુપ્રસાદ યાદવ અને નીતિશકુમારની ઈચ્છા ન હતી. અમિત શાહે કહ્યું કે લાલુ પોતાના પુત્રને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે અને નીતિશકુમાર વડા પ્રધાન બનવા માગે છે. પણ તેમની ઈચ્છા પૂરી નહીં થશે. મોદી ૨૦૨૪માં ફરી વડા પ્રધાન બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ