ટોપ ન્યૂઝનેશનલ

આ તારીખે NDA સરકારના થઇ શકે છે શપથ ગ્રહણ!

લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત NDA સરકાર સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે. નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. બે-ત્રણ દિવસમાં મંત્રીઓના નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ તેમના નામે એક નવો રેકોર્ડ પણ જોડાશે. તેઓ સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર દેશના બીજા નેતા અને બીજા પીએમ બનશે. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. પીએમ મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે. દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે.

જેડીયુના વડા નીતીશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ પણ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.

નોંધનીય છે કે 2019ના ચૂંટણીના પરિણામો આવ્યાના 7 દિવસ પીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ બાદ યોજાયો હતો. 2014માં જ્યારે એનડીએની સરકાર બની ત્યારે મોદીએ 10 દિવસ પછી પીએમ તરીકે શપથ લીધા હતા. આ વખતે આઠમી જૂને એટલે કે પરિણામ આવ્યાના ચાર દિવસ બાદ જ શપથ ગ્રહણ યોજાવાના સમાચાર આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. જોકે, એમ માનવામાં આવે છે કે પીએમ મોદી પરિણામની પરવા એક બાજુ પર મૂકીને એક પણ મિનિટનો સમય વેડફ્યા વિના તેમના કામો શરૂ કરી દેવા માગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button