નેશનલ

NCERTએ પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ હટાવ્યું, મહત્વના રાજકીય બનાવો પણ ગાયબ

નવી દિલ્હી: NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી ધોરણ 12ની પાઠયપુસ્તકો(Textbook) ગયા અઠવાડિયાથી બજારમાં ઉપલબ્ધ થઇ ગઈ છે, ધોરણ 12 પોલિટિકલ સાયન્સ(Political science)ની પાઠયપુસ્તક સામે સવાલો ઉભા થયા છે. સુધારેલી પાઠયપુસ્તકમાં ‘બાબરી મસ્જિદ’(Babari Masjid)નો ઉલ્લેખ ટાળવામાં આવ્યો છે, પાઠયપુસ્તકમાં “ત્રણ ગુંબજનું માળખું” શબ્દાવલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક અખબારી અહેવાલ મુજબ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની ભાજપની રથયાત્રા; કાર સેવકોની ભૂમિકા; 6 ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંસને પગલે કોમી હિંસા; ભાજપ શાસિત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન; અને અયોધ્યામાં બનેલી ઘટનાઓ પર ભાજપે વ્યક્ત કરેલા ખેદનો ઉલ્લેખ હટાવવામાં આવ્યો છે.

5 એપ્રિલના અહેવાલ મુજબ, NCERT એ કેટલાક ફેરફારો જાહેર કર્યા હતા, જેમાં મસ્જીદ તોડી પાડવાના કેટલાક સંદર્ભો દૂર કરવા અને રામ જન્મભૂમિ ચળવળને આપવામાં આવેલી પ્રાધાન્યતાનો સમાવેશ થાય છે. પરંતુ સુધારા અંગેની સ્પષ્ટ માહિતી હવે ખબર પડી છે.

આ પણ વાંચો : NCERT syllabus: બાબરી ધ્વંશ, ગુજરાત રમખાણો અને હિન્દુત્વ રાજકારણના સંદર્ભો બદલવામાં આવ્યા

જૂના પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનો પરિચય મોગલ સમ્રાટ બાબરના જનરલ મીર બાકી દ્વારા બનાવવામાં આવેલી 16મી સદીની મસ્જિદ તરીકે કરવામાં આવ્યો છે. નવી પાઠ્યપુસ્તકના પ્રકરણમાં લખાવમાં આવ્યું છે કે 1528 માં શ્રી રામના જન્મસ્થળના સ્થળે ત્રણ ગુંબજ માળખું બનાવવામાં આવ્યું હતું, પરંતુ માળખામાં તેના આંતરિક તેમજ તેના બાહ્ય ભાગોમાં હિંદુ પ્રતીકો અને અવશેષોના દેખીતી રીતે હાજર હતા.

જૂના પુસ્તકમાં બે પાનામાં જણાવવામાં આવ્યું હતું કે 1986માં ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મસ્જિદને ખોલવાના નિર્ણય બાદ કેવી રીતે મોબીલાઈઝેશન કરવામાં આવ્યું હતું, 1992માં રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા અને કાર સેવાને કારણે સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો, આ પછી 1993માં કોમી રમખાણો થયા હતા. ભાજપે અયોધ્યાની ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

નવા પાઠ્યપુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે 1986માં ફૈઝાબાદ જિલ્લા અદાલતે ત્રણ ‘ગુંબજવાળા માળખા’ને ખોલવાનો આદેશ આપ્યો હતો અને લોકોને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્રણ ગુંબજવાળી આ રચના શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રામ મંદિરનો શિલાન્યાસ તો થયો પરંતુ આગળના બાંધકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હિંદુ સમુદાયને લાગ્યું કે તેની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયને માળખા પર નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર મળી રહ્યો છે. 1992માં માળખાના પતન પછી, ઘણા ટીકાકારોએ કહ્યું કે તે લોકશાહીના સિદ્ધાંતો માટે એક મોટો પડકાર સાબિત થશે.

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને નવા પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે. નવા પુસ્તકમાં ઉલ્લેખ મુજબ 9 નવેમ્બર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો કે આ જમીન મંદિરની છે.

જૂના પુસ્તકમાં કેટલાક અખબારના કટીંગની તસવીરો સામેલ કરવામાં આવી હતી જેમાં બાબરીના ધ્વંસ પછી કલ્યાણ સિંહ સરકારને હટાવવાના આદેશનો સમાવેશ થાય છે, એ કટિંગ હવે દૂર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહાર વાજપેયીને ટાંકીને કે 13 ડિસેમ્બર, 1992 ની બીજી હેડલાઇન “અયોધ્યા ભાજપનો સૌથી ખરાબ દાવ”ને પણ હટાવી દેવામાં આવી છે.

જૂના પુસ્તકમાં મોહમ્મદ અસ્લમ વિરુદ્ધ ભારત સંઘ કેસમાં સુપ્રીમ કોર્ટના તત્કાલિન ચીફ જસ્ટિસ વેંકટાચલીયા અને જસ્ટિસ જીએન રે દ્વારા 24 ઓક્ટોબર 1994ના રોજ આપવામાં આવેલા ચુકાદામાં અવલોકનોનો અંશો આપવામાં આવ્યા હતાં. જેમાં કલ્યાણ સિંહને “કાયદાની મર્યાદા જાળવી રાખવામાં” નિષ્ફળતા બદલ કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે “રાષ્ટ્રના બિનસાંપ્રદાયિક ફેબ્રિકના પાયાને અસર થઇ છે, અમે તેમને એક દિવસની ટોકન કેદની સજા પણ સંભળાવીએ છીએ.”

NCERT પુસ્તક 2014 પછી ચોથી વખત અપડેટ કરવામાં આવ્યું છે. એપ્રિલમાં, NCERTએ કહ્યું હતું કે પ્રકરણોમાં ફેરફારો કરવામાં આવે છે અને રાજકારણમાં તાજેતરના વિકાસના આધારે નવી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker