ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાન તેજ, આઈઇડી બ્લાસ્ટમાં જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ...
ટોપ ન્યૂઝનેશનલ

ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાન તેજ, આઈઇડી બ્લાસ્ટમાં જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ…

સિંહભૂમ : દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા દળો દ્વારા નક્સલ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ છે. શુક્રવારે જરૈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના તિરીપોસી ગામ પાસે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન, જંગલમાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઇડી બોમ્બ અચાનક ફાટ્યો હતો. જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. આ સૈનિકને તાત્કાલિક ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. હાલમાં, જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

એન્કાઉન્ટર દરમિયાન વિસ્ફોટ થયો
આ એન્કાઉન્ટર અંગે પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) દ્વારા જરૈકેલા પોલીસ સ્ટેશન હેઠળના તિરીપોસી ગામ નજીકના જંગલમાં આઈઇડી બોમ્બ લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળો શુક્રવારે જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આઈઇડી બોમ્બ વિસ્ફોટ થયો. નક્સલીઓએ આ આઈઇડી બોમ્બ પ્લાન કરીને લગાવ્યો હતો.જેથી સુરક્ષા દળોને નિશાન બનાવી શકાય. આ આઈઇડી બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે સીઆરપીએફ ઝારખંડ જગુઆર અને જિલ્લા સશસ્ત્ર પોલીસના જવાનોએ માઓવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું. એન્કાઉન્ટર દરમિયાન અચાનક આઇઇડી બ્લાસ્ટ થયો હતો.

વિસ્ફોટક વસ્તુઓ મળી આવી
આ અંગે જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આઇઇડી બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાન કોબ્રા ફોર્સની 209 બટાલિયનમાં સામેલ હતો. જ્યારે આ ઘટના પછી ઘાયલ જવાન સુનિલ કુમારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

માઓવાદી નેતા મિસીર બેસરા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી વિસ્ફોટકો અને દૈનિક ઉપયોગની વસ્તુઓ જપ્ત કરી છે. આ અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે વોન્ટેડ માઓવાદી નેતા મિસીર બેસરા સહિત ઘણા ટોચના નક્સલીઓ કોલ્હાન વિસ્તારમાં છે. તેના આધારે વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મિસીર બેસરા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

Back to top button