નેશનલ

છત્તીસગઢમાં નક્સલી હુમલો: ત્રણ જવાન શહીદ

રાયપુર: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં સીઆરપીએફ કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૪ જવાનો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની માહિતી મળતા જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, સુકમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા જવાનો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

સુરક્ષા દળોએ પણ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી હતી. સુરક્ષા દળોના વળતા હુમલાથી નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા. જો કે આ અથડામણમાં ત્રણ જવાન શહીદ થયા હતા. અને ૧૪ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે.

ઘાયલ જવાનોએ જણાવ્યું હતું કે સુકમા પોલીસે આજે જ ટેકુલગુડમમાં સુરક્ષા દળોના જવાનો માટે એક નવો કેમ્પ ખોલ્યો હતો. એસટીએફ અને ડીઆરજીના જવાનો કેમ્પની નજીક જોનાગુડા-અલીગુડા તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે