
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર પ્રદેશને નક્સલ પ્રભાવિત રાજ્યની યાદીમાંથી બહાર કર્યાં છે, જ્યારે તેમને હવે સુરક્ષાના ખર્ચ માટે નાણાકીય ફાળવણી કરવામાં આવશે નહીં, જેના પાછળ હવે તેમની ગતિવિધિ ઘટવાનું કારણ જવાબદાર છે. કેન્દ્ર સરકારે આપેલી વિગતો પ્રમાણે ભારતમાંથી નક્સલવાદને હવે નહિવત કરી દીધો છે. મોટા ભાગના વિસ્તારોને નક્સલીઓથી મુક્ત કરી દીધા છે, પરંતુ દેશના અઢાર જિલ્લામાં નકસલીઓનું જોખમ તોળાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળ પણ હવે નક્સલ પ્રભાવિત રાજ્યોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેથી, હવે તે રાજ્યોને કેન્દ્ર તરફથી સુરક્ષા સંબંધિત ખર્ચ માટે રૂપિયા મળશે નહીં. 2004 અને 2024ની વચ્ચે ડાબેરી ઉગ્રવાદીઓએ 8,851 લોકોની હત્યા કરી છે. પરંતુ હવે આ રાજ્યો સંપૂર્ણ રીતે નક્સલવાદ મુક્ત થઈ ગયાં છે.
આ પણ વાંચો: સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
આ રાજ્યોમાં નક્સલવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકારે આતંકવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં પણ ઘટાડો કર્યો. પહેલા આ સંખ્યા 38 હતી, જે હવે ઘટીને 18 થઈ છે. આ રાજ્યોમાં નક્સલવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે એટલા માટે સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે. જો કે, હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં નક્સલીઓનો ખતરો યથાવત છે. સરકાર પણ આ વિસ્તારોને નક્સલવાદીઓથી મુક્ત કરાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
હવે માત્ર 6 જિલ્લા જ નક્સલવાદીથી પ્રભાવિત રહ્યા
ગૃહ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદન પ્રમાણે કેન્દ્ર સરકારે SRE યોજના હેઠળ 2017-18થી અત્યાર સુધીમાં 2,568.49 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળને આ કાર્યક્રમ હેઠળ ભંડોળ મળ્યું હતું. જેથી આ વિસ્તારમાંથી નક્સલવાદને મુક્ત કરી શકાય. વર્ષ 2004માં પીપલ્સ વોર (PW) અને માઓઈસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર ઓફ ઈન્ડિયા (MCCI)ના વિલીનીકરણ દ્વારા CPI ની રચના કરવામાં આવી હતી. તે સમયે આંધ્રપ્રદેશમાં પીપલ્સ વોર સક્રિય હતું. જ્યારે, MCCI બિહાર અને આસપાસના વિસ્તારોમાં આ સંગઠનો ભારે આતંક મચાવી રહ્યાં હતાં.
રસ્તાઓનું નિર્માણ થતાં અવરજવર કરવી સરળ બની
વર્તમાનની વાત કરવામાં આવે તો અત્યારે નક્સલવાદીથી પ્રભાવિત વિસ્તારોની સંખ્યા જે 9 હતી તે ઘટની 6 થઈ ગઈ છે. આમાં આંધ્ર પ્રદેશનો અલ્લૂરી સીતારામ વિસ્તાર, મધ્ય પ્રદેશનો બાલાઘાટ વિસ્તાર, ઓડિશાનો કાલાહાંડી, કંધમાલ અને મલકાનગરિરી વિસ્તાર અને તેલંગાણાનો ભદ્રાદ્રી-કોઠાગુડેમ વિસ્તાર પ્રભાવિત છે. સરકારનું કહેવું છે કે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. રસ્તાઓનું નિર્માણ થતાં લોકોને અવરજવર કરવી સરળ બની રહી છે. સરકારને આશા છે કે આવનારા દિવસોમાં નક્સલવાદ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જશે. કેન્દ્ર સરકાર અત્યારે આ વિસ્તારોમાં પર ખાસ નજર રાખી રહી છે.