દિલ્હીના આ બજારો નવરાત્રીની ખરીદી માટે પરફેક્ટ છે, સસ્તામાં મળશે સામગ્રી
નવરાત્રી એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જો કે વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે, પરંતુ ચૈત્ર અને શારદીય નવરાત્રિનું મહત્વ વધુ છે. નવરાત્રિ પર્વ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે શારદીય નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહ્યો છે અને તે 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. બજારમાં પણ સર્વત્ર નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બજારમાં નવરાત્રીને લગતા સામાનનું વેચાણ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવરાત્રિની શોપિંગ કરવા માંગો છો, તો અમે તમને દિલ્હીના કેટલાક એવા બજારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી તમે સસ્તામાં સામાન ખરીદી શકો છો.
સદર બજાર- દિલ્હીનું સદર બજાર ઓછા બજેટની ખરીદી માટે ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. અહીં તમને માતાના પૂજાની સામગ્રી, મેક-અપની વસ્તુઓથી લઈને દરેક વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળશે. તમે અહીંથી ઘરની સજાવટની વસ્તુઓ પણ ખરીદી શકો છો.
કરોલ બાગ- દિલ્હીમાં રહેતા લોકો માટે કરોલ બાગ માર્કેટ સ્વર્ગથી ઓછું નથી. અહીં તમને રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળી શકે છે. નવરાત્રિ સંબંધિત દરેક વસ્તુ તમને અહીં સસ્તા ભાવે સરળતાથી મળી જશે. તેમજ કરોલ બાગમાં ટીપ ટોપ નામનું એક મોટુ બજાર છે. અહીંથી તમે ક્રોકરી, હોમ ડેકોર વગેરે ખરીદી શકો છો.
પહાડગંજ- દિલ્હીનું પહાડગંજ માર્કેટ, ભારે ભીડથી ભરેલું છે,પણ એ દુકાનદારો માટે ખૂબ જ સારો વિકલ્પ છે. અહીં તમને નવરાત્રી દરમિયાન માતાની તમામ વસ્તુઓ સરળતાથી મળી જશે. પૂજા માટેની વસ્તુઓ ઉપરાંત ઘરની સજાવટ, કાપડ, કપડા, બેગ, શૂઝ વગેરે પણ સરળતાથી ઉપલબ્ધ છે.
લાજપત નગર- કપડાં અને વિવિધ પ્રકારનાં ફૂટવેરની સાથે તમને નવરાત્રીનાં કપડાં, દેવી દુર્ગાની પૂજા માટેની વસ્તુઓ અને કન્યા પૂજા માટે ભેટ વગેરે પણ મળશે. આ સિવાય અહીં ઘણા બધા ફૂડ ઓપ્શન્સ પણ છે. તેથી જો તમે ખરીદી કરતી વખતે થાકી જાઓ છો, તો તમે અહીં કંઈક ખાઈ શકો છો.
સરોજિની નગર- સરોજિની નગર માર્કેટ એ દિલ્હીના લોકોનું જીવન છે. આ બજાર નવરાત્રિની ખરીદી માટે યોગ્ય છે. પૂજાની વસ્તુઓ, નારિયેળની થાળી, ચુનરી, લંચબોક્સ અને પ્લેટ્સ જેવી નાની ભેટોથી લઈને તમને અહીં સસ્તા ભાવે સરળતાથી મળી જશે. આ સિવાય તમે આ માર્કેટમાંથી બીજી ઘણી વસ્તુઓ પણ ખરીદી શકો છો.
તો મિત્રો રાહ શું જોઇ રહ્યા છો. હજી પણ સમય છે. ઉપડી જાવ દિલ્હી અને કરી લો મન ભરીને ખરીદી…