નેશનલ

હેં મા માતાજીઃ આજથી બે દિવસ વરસાદની વકી

નવરાત્રીનું પહેલું નોરતું તો કોરું ગયું અને વરસાદ ન પડ્યો તેથી ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા, પરંતુ આજથી બે દિવસ વરસાદ પડવાની વકી છે. સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ છે જ અને હજુ આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.


હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં વરાસદી ઝાંપટાની સંભાવના છે.

આજે રાત્રે છથી 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. જોકે રાજ્યમાં હાલમાં તો ભારે ગરમી અને બફારાનો અનુભવ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button