નેશનલ

Odishaમાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું

ભુવનેશ્વર : ઓડિશામાં (Odisha)યોજાયેલી વિધાનસભા(Assembly Election)અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના(Naveen Patnaik) બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને(BJP) બહુમતી મળી છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભુવનેશ્વરમાં રાજભવન ખાતે રાજ્યપાલ રઘુબર દાસને મળ્યા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું.

78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. રાજ્યમાં ભાજપે સૌથી વધુ બેઠકો જીતી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. તમામ મુખ્ય એક્ઝિટ પોલમાં NDAને આગળ દર્શાવવામાં આવ્યું હતું. ભાજપે લોકસભાની 21માંથી 20 બેઠકો જીતી લીધી છે. જ્યારે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. અહીં શાસક બીજદ પણ પોતાનું ખાતું ખોલાવી શક્યું નથી.

નવીન પટનાયકને પહેલીવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો

આ પણ વાંચો : ભાજપ ઓડિશામાં 75 બેઠકો પર આગળ, નવીન પટનાયકની સત્તા જોખમમાં

ઓડિશાના સીએમ નવીન પટનાયક મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના લક્ષ્મણ બેગ સામે હારી ગયા. બીજુ જનતા દળ (BJD)ના અધ્યક્ષ કાંતાબંજી બેઠક પરથી હારી ગયા.નવીન પટનાયકને પ્રથમવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમણે 1998 થી લડેલી દરેક ચૂંટણી જીતી છે. જોકે, તેમણે હિંજીલી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના શિશિર કુમાર મિશ્રાને હરાવીને જીત મેળવી છે.

2019માં આ સ્થિતિ હતી

2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 23, કોંગ્રેસને નવ, સીપીઆઈ(એમ)ને એક બેઠક અને એક બેઠક અપક્ષને મળી હતી. આ ચૂંટણીમાં બીજેડીને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16 ટકા અને અન્યને 6 ટકા વોટ મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ