કુદરતનો કહેરઃ ભારતમાં પાંચ વર્ષમાં 67 લાખ બાળકો બેઘર થયા
પર્યાવરણ બચાવવાની વાત ઘણાને ગંભીર લાગતી નથી. પર્યાવરણને આપમે કરેલા નુકસાન અને તેને લીધે આવતી કુદરતી આફતોનો બોજ કઈ રીતે માનવજાતિ પર પડી રહ્યો છે તેનો શિક્ષિત લોકોને પણ ખ્યાલ નથી. આ અત્યંત ગંભીર વિષય મામલે ચર્ચાઓ થાય છે, પણ નક્કર કંઈ થતું નથી.
લગભગ રોજ ભુકંપ, પુર, દુષ્કાળ, ભેખડો ધસી પડવી જેવી અનેક કુદરતી આફતો વિશ્વને દિવસે ને દિવસે પાછળ ધકેલી રહી છે. આ ઘટનાઓથી માત્ર જે તે વિસ્તારના પીડિતો જ નહીં સમગ્ર દેશ અને વિશ્વની પ્રગતિ અવરોધાય છે અને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થાય છે.
જો વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો વિશ્વમાં દરરોજ સરેરાશ 20 હજાર બાળકો વિસ્થાપિત થઈ રહ્યા છે. યુનિસેફ અનુસાર, 2016 થી 2021 ની વચ્ચે, 44 દેશોમાં લગભગ 4.31 કરોડ બાળકોને તેમના ઘર છોડીને તેમના જ દેશમાં કોઈ અન્ય સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો પડ્યો હતો.
ભારતમાં, પૂર, દુષ્કાળ અને તોફાન જેવી આબોહવા-સંબંધિત આપત્તિઓને કારણે દરરોજ સરેરાશ 3,059 બાળકો વિસ્થાપનનો સામનો કરે છે. યુનિસેફ અનુસાર, 2016 અને 2021 વચ્ચે, દેશમાં 67 લાખ બાળકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી.
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના નવા રિપોર્ટ ‘ચિલ્ડ્રન ડિસ્પ્લેસ્ડ ઇન એ ચેન્જિંગ ક્લાઇમેટ’ અનુસાર, ફિલિપાઇન્સ (97 લાખ બાળકો) પછી ભારત એવો બીજો દેશ છે જ્યાં આ છ વર્ષમાં સૌથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે, ચીનમાં 64 લાખ બાળકો વિસ્થાપિત થયા હતા.
આ સમયગાળા દરમિયાન આ ત્રણ દેશોના કુલ 2.3 કરોડ બાળકોને વિસ્થાપનની પીડા સહન કરવી પડી હતી. અહેવાલમાં 2020 માં ત્રાટકેલા ચક્રવાત અમ્ફાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત અને મ્યાનમારમાં લગભગ 50 લાખ લોકો વિસ્થાપિત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો હતા.
જો વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો વિશ્વમાં દરરોજ સરેરાશ 20 હજાર બાળકો વિસ્થાપિત થઈ રહ્યા છે. યુનિસેફ અનુસાર, 2016 થી 2021 ની વચ્ચે, 44 દેશોમાં લગભગ 4.31 કરોડ બાળકોને તેમના ઘર છોડીને તેમના જ દેશમાં કોઈ અન્ય સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો પડ્યો હતો.
જ્યારે વિસ્થાપિત બાળકોની સરખામણી દેશમાં બાળકોની કુલ વસ્તી સાથે કરવામાં આવે છે, ત્યારે ડોમિનિકા અને વનુઆતુ જેવા નાના ટાપુ દેશોના બાળકો વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સંદર્ભમાં, પૂરથી સૌથી વધુ વિસ્થાપિત બાળકો સોમાલિયા અને દક્ષિણ સુદાનના છે.
રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં બાળકોના વધતા વિસ્થાપનમાં પૂર અને તોફાનો મુખ્ય ભૂમિકા ભજવે છે. છેલ્લા છ વર્ષમાં, 95 ટકા બાળકો જેઓ વિસ્થાપિત થયા છે તેઓ પૂર અને તોફાન જેવી હવામાન આપત્તિઓના કારણે હતા. 2016 અને 2021 ની વચ્ચે, 1.97 કરોડ બાળકો પૂરને કારણે અને 2.12 કરોડ બાળકો તોફાનને કારણે વિસ્થાપિત થયા. 40 ટકાથી વધુ બાળકો તેમના માતા-પિતાથી અલગ થઈ ગયા હોવાનું અહેવાલમાં જાણવા મળ્યું છે.