દેશ વ્યાપી હડતાળ અને ભારત બંધ, બુધવારે આટલા કરોડ કર્મચારીઓ હડતાળમાં જોડાશે, પડશે આ અસર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ બુધવાર 9 જુલાઈના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દેશભરના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાય તેવી અપેક્ષા છે. ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળને સફળ બનાવવાનું આહ્વાન કર્યું છે.
હડતાળથી અનેક સેવાઓ પ્રભાવિત થશે
આ દેશવ્યાપી હડતાળ અંગે હિંદ મઝદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુ કહે છે કે દેશવ્યાપી હડતાળથી બેંકિંગ, પોસ્ટલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે. બેંક યુનિયન તરફથી સંપૂર્ણ બેંક બંધ અંગે કોઈ માહિતી નથી. જોકે, અહીં કામકાજના કલાકો પ્રભાવિત થઈ શકે છે.
દિલ્હી, મુંબઈ, લખનૌ સહિત ઘણા મોટા શહેરોમાં મુખ્ય બજારો અને શાળાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.રાજ્ય પરિવહન બસો પણ રસ્તાઓ પર પ્રભાવિત થશે. કર્મચારીઓ સરકારની નીતિઓની વિરુદ્ધ કરી રહ્યા છે.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનો ચાર્ટર સુપરત
આ અંગે ગત વર્ષે ટ્રેન યુનિયનોએ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનો ચાર્ટર સુપરત કર્યું હતું. જેની માંગણીઓને સરકારે અવગણી છે. યુનિયને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારના શ્રમ સુધારામાં 4 નવા શ્રમ સંહિતાનો સમાવેશ થાય છે. જે કામદારોના અધિકારોને નાબૂદ કરવા માટે બનાવ્યા છે. જેનો ઉદ્દેશ્ય યુનિયનોને નબળા બનાવવા કામના કલાકો વધારવા અને શ્રમ કાયદા હેઠળ નોકરીદાતાઓને જવાબદારીથી બચાવવાનો છે.
સરકાર કોર્પોરેટ્સના હિતમાં કામ કરે છે: ટ્રેડ યુનિયન
ટ્રેડ યુનિયન આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારની નીતિઓ દર્શાવે છે કે તેણે દેશમાં કલ્યાણ રાજ્યનો દરજ્જો નાબૂદ કરી દીધો છે અને વિદેશી અને ભારતીય કોર્પોરેટ્સના હિતમાં કામ કરી રહી છે. તે જાહેર ક્ષેત્રના સાહસોના ખાનગીકરણ, જાહેર સેવાઓ, આઉટસોર્સિંગ, કરાર અને કાર્યબળના કામચલાઉકરણની નીતિઓ સામે લડી રહી છે.
આ પણ વાંચો…બુધવારે દેશના 25 કરોડ કર્મચારી જશે હડતાળ પર, જાણો શું છે મામલો?