‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ | મુંબઈ સમાચાર
નેશનલ

‘નેશનલ વોટર્સ ડે’: મોદીનો યુવા મતદાતાઓ સાથે સંવાદ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નેશનલ વોટર્સ ડેએ સંખ્યાબંધ યુવાન મતદાતાઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન શાસક ભાજપ પક્ષની યુવા પાંખે કર્યું છે.

ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પત્રકારોને કહ્યું હતું કે યુવાન મતદાતાઓએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન ચૂંટવામાં અને ૨૦૧૯માં ફરી ચૂંટવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ મોદીજીને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા અતિશય ઉત્સાહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના શાસનમાં યુવાનોને અભૂતપૂર્વ તક મળી છે.

તેમણે કહ્યું હતું કે બેરોજગાર દર અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને લીધે
સર્વકાલીન તળિયે છે અને માળખાકીય સુવિધાને ગજબનું પ્રોત્સાહન મળતાં યુવાનોને સીધો કે આડકતરો લાભ મળ્યો છે. સૂર્યાએ કહ્યું હતું કે દેશના ૫૦૦૦ સ્થળોથી યુવાનો ઓનલાઈન વડા પ્રધાન સાથે જોડાશે. આ ઐતિહાસિક વાત છે કે વડા પ્રધાન પહેલીવાર આટલા યુવાનો સાથે સંવાદ કરશે. આને લીધે યુવાનોને ચૂંટણીમાં મતદાન કરવાનું પ્રોત્સાહન મળશે અને દેશમાં લોકશાહીના મૂળ ઊંડા જશે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button