નેશનલ

લવ જિહાદઃ રશીદે રવિ હોવાનો ઢોંગ કરીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા, પછી 15 લાખ લઈને થયો ગાયબ…

લખનઊઃ યુપીના રામપુરમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. રામપુરમાં એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે રશીદ નામના મુસ્લિમ યુવકે તેનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કર્યા અને પછી 15-16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો. હાલ તો પોલીસે આ મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. હિન્દુ સંગઠનોએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બેંગ્લોરમાં રહેતી એક હિન્દુ યુવતી જેનું નામ વર્ષા વિશ્વકર્મા છે અને કિચ્ચા ઉત્તરાખંડમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ રશીદ છે. તેણે પોતાનો ધર્મ છુપાવ્યો અને રવિ બની ગયો અને વર્ષા સાથે લગ્ન કર્યા હતા. વર્ષાના કહેવા પ્રમાણે, રશીદે પોતાને રવિ (હિંદુ) જણાવી તેની સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી જ્યારે તેના પતિનું સત્ય સામે આવ્યું તો તેના હોશ ઉડી ગયા. જો કે, તેણે તો પણ આ વાત સ્વીકારી લીધી. બંનેએ સાથે મળીને સલૂનનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ દરમિયાન વર્ષાનો પતિ રશીદ 15 થી 16 લાખ રૂપિયા લઈને ભાગી ગયો હતો.

હવે 5 મહિનાની ગર્ભવતી વર્ષાએ રામપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે અને આરોપી સામે કાર્યવાહીની માંગ કરી છે. પહેલા તો પોલીસે આ મામલાને હળવાશથી લીધો હતો, પરંતુ જ્યારે કેટલાક હિંદુ સંગઠનોએ દબાણ કર્યું તો પોલીસ એક્શનમાં આવી હતી, વર્ષાએ સિટી મેજિસ્ટ્રેટને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું , જેમાં રશીદે છેતરપિંડીથી લગ્ન કર્યાનો આરોપ લગાવ્યો હતો.

વર્ષાએ પોલીસને જણાવ્યું હતું કે તે બે વર્ષ પહેલા યુપી અને ઉત્તરાખંડની મુલાકાતે આવી હતી. અહીં તેને કલવો પહેરેલો એક યુવક મળ્યો હતો, જેણે તેનું નામ રવિ જણાવ્યું અને તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કર્યું. જ્યારે તે પાછી ફરતી હતી ત્યારે રવિએ તેનો નંબર લીધો અને તેના ગયા પછી તેની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. રવિએ વર્ષાને પ્રેમની જાળમાં ફસાવી તેની સાથે કેમરીના મંદિરમાં લગ્ન કરી લીધા.

વર્ષાએ પોલીસને જણાવ્યા અનુસાર, લગ્ન પહેલા રશીદ હિન્દુની જેમ રહેતો હતો. તે ક્યારેય નમાજ અદા કરતો નહોતો. કોઈ દિવસ ડ્રગ્સ પણ લેતો નહોતો, તેથી જ, સત્ય જાણ્યા પછી પણ, તેણે તેને સ્વીકારી લીધો હતો. ત્યાર બાદ બંનેએ સલૂનનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ હવે તે તમામ પૈસા લઈને ભાગી ગયો છે. તેનો અને તેના કાકાનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.

વર્ષાએ જણાવ્યું હતું કે રવિ પૂજા કરવાની ના પાડતો હતો, જેના કારણે તેને શંકા ગઈ હતી. વર્ષાનો એક મુસ્લિમ મિત્ર રામપુરના કેમરી વિસ્તારમાં રહે છે. જ્યારે તેણે ઈન્ટરનેટ મીડિયા પર તેમના લગ્નના ફોટા જોયા ત્યારે તે યુવકને ઓળખી ગયો. તેણે યુવતીને યુવક વિશે સત્ય જણાવ્યું. ત્યારબાદ વર્ષાને ખબર પડી કે યુવક રવિ નહીં પણ રાશિદ છે, જે ઉત્તરાખંડના કિછા જિલ્લાના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે.

હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ હકીકત સામે આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, એવી પોલીસે માહિતી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker