નેશનલસ્પેશિયલ ફિચર્સ

દીકરાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા રતન ટાટાની માતા

મુંબઇઃ ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. 86 વર્ષની વયે બુધવારે રાતે તેમનું નિધન થયું. મુંબઇના વરલી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓ, રાજકારણથી લઇને જીવનના દરેક ક્ષેત્રની વ્યક્તિઓ તેમના અંતિમ દર્શન કરવા પહોંચી હતી. રતન ટાટાના પરિવારના સભ્યો પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. રતન ટાટાની સાવકી માતા પણ તેમના દીકરાના અંતિમ દર્શન માટે આવ્યા હતા.

રતન ટાટા એક બિઝનેસમેન હોવા ઉપરાંત સમાજિક કાર્યકર પણ હતા. તેમને સમાજના દરેક ક્ષેત્રના લોકોની સેવા કરી છે. રતન ટાટા લાઇમલાઇટથી ઘણા જ દૂર રહીને શાંતિથીપોતાનું કામ કરવામાં માનતા હતા. તેથઈ જ કદાચ તેમના પરિવાર વિશએ આપણને ખાસ કંઇ ખબર નથી.

રતન ટાટાના બે ભાઇ છે, જેમાંથી એક તેમના સગા ભાઇ જિમી ટાટા
અને એક તેમના સાવકા ભાઇ નોએલ ટાટા છે. રતન ટાટાના પિતા નવલ ટાટાએ બે વાર લગ્ન કર્યા હતા. જેમાંથી સુની રતન ટાટાના માતા હતા. નવલ ટાટાના બીજા પત્ની સિમોન દુનોયર રતન ટાટાના સાવકી માતા છે, જેમનો પુત્ર નોએલ ટાટા છે. નોએલ ટાટાનો પરિવાર બિઝનેસ સંભાળે છે. રતન ટાટા અને જિમી ટાટાએ લગ્ન કર્યા નથી.

રતન ટાટાના અંતિમ દર્શન માટે જ્યારે સમાજના વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉમટી રહ્યા હતા ત્યારે તેમના સાવકી માતા સિમોન દુનોયર પણ દીકરાના અંતિમ દર્શન માટે આવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એમ પણ જાણવા મળ્યું છે કે રતન ટાટાની સાવકી માતા પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button