ભારતમાં ASI હેઠળના રાષ્ટ્રીય સ્મારકો કેટલા છે? ગુજરાત અને મહારાષ્ટ્રનો ક્રમ જાણો…

નવી દિલ્હી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI- Archaeological Survey of India) દ્વારા સંભલમાં તપાસ કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંભલની સિવિલ કોર્ટમાં પોતાનું લેખિત નિવેદન રજૂ કરવામાં આવ્યું, જેમાં મુઘલ યુગની શાહી મસ્જિદના નિયંત્રણ અને સંચાલનની માંગ કરવામાં આવી હતી. આને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓ આ જગ્યાને પોતાનું મંદિર ગણાવી રહ્યાં છે, જ્યારે મુસ્લિમો તેને મસ્જિદ ગણાવી રહ્યાં છે. બન્ને પક્ષો અત્યારે કોર્ટમાં તેનો કેસ લડી રહ્યાં છે.
ASI દ્વારા સંભલ કોર્ટમાં કેવો દાવો પેશ કરવામાં આવ્યો?
હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ મસ્જિદ પહેલા હતી જ નહીં ઇ.સ 1529માં હરિહર મંદિરને તોડીને તેના પર આ મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું છે. જો કે, અહીં ASI દ્વારા કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે કે, આ મસ્જિદના નિયંત્રણ અને સંચાલનની જવાબદારી ASIને સોંપી દેવામાં આવે. આ તો થઈ સંભલની વાત! પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં ASI સંરક્ષિત વિસ્તારો હેઠળ કેટલી મિલકતો નોંધાયેલી છે? ચાલો જોઈએ વિસ્તૃત અહેવાલમાં…
કોઈ જગ્યાને કેવી રીતે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે?
સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ અંગે માહિતી શેર કરવામાં આવી છે. ભારતમાં એવા ઘણા સંરક્ષિત સ્મારકો અને ક્ષેત્રો આવેલા છે, આ જગ્યાની જમીન સરકારના નામે જ નોંધાયેલી હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958ની કલમ 3 અને કલમ 4 મુજબ, સ્મારકો અને પુરાતાત્વિક સ્થળોમાં તેની માલિકીમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યાં વિના રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે છે. આંકડાની વાત કરવામાં આવે તો, દેશમાં અત્યારે 3698 જેટલા સ્મારકો અને પુરાતત્વીય સ્થળ, અવશેષને રાષ્ટ્રીય મહત્વ જાહેર કરવામાં આવેલા છે.
Also read : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?
આ રહી દેશમાં સંરક્ષિત ક્ષેત્રોની યાદી
| ક્રમ | રાજ્યનું નામ | સ્મારકો અને ક્ષેત્રોની સંખ્યા |
| 01 | ગુજરાત | 205 |
| 02 | મહારાષ્ટ્ર | 286 |
| 03 | આંધ્ર પ્રદેશ | 135 |
| 04 | અરૂણાચલ પ્રદેશ | 03 |
| 05 | આસામ | 55 |
| 06 | બિહાર | 70 |
| 07 | છત્તીસગઢ | 46 |
| 08 | દીવ અને દમણ | 11 |
| 09 | ગોવા | 21 |
| 10 | હરિયાણા | 93 |
| 11 | હિમાચલ પ્રદેશ | 40 |
| 12 | જમ્મુ અને કાશ્મીર | 56 |
| 13 | ઝારખંડ | 13 |
| 14 | કર્નાટક | 506 |
| 15 | કેરળ | 29 |
| 16 | લદ્દાખ | 15 |
| 17 | મધ્ય પ્રદેશ | 291 |
| 18 | મણિપુર | 01 |
| 19 | મેઘાયલ | 08 |
| 20 | મિઝોરમ | 01 |
| 21 | નાગાલેન્ડ | 04 |
| 22 | દિલ્હી | 172 |
| 23 | ઓડિશા | 81 |
| 24 | પુડુચેરી | 07 |
| 25 | પંજાબ | 33 |
| 26 | રાજસ્થાન | 163 |
| 27 | સિક્કિમ | 03 |
| 28 | તેલંગાણા | 08 |
| 29 | તમિલનાડુ | 412 |
| 30 | ત્રિપુરા | 08 |
| 31 | ઉત્તર પ્રદેશ | 743 |
| 32 | ઉત્તરાખંડ | 44 |
| 33 | પશ્ચિમ બંગાળ | 135 |
| 34 | કુલ | 3698 |



