LAC પર આ શું બોલી ગયા આર્મી ચીફ જનરલ કે…

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે વાસ્તવિક નિયંત્રણ રેખા (વાસ્તવિક ભારત-ચીન સરહદ) પરની સ્થિતિને સંવેદનશીલ અને ‘સામાન્ય નથી’ કહીને વર્ણવી હતી. ચાણક્ય સ્ટાઇલમાં બોલતા, આર્મી ચીફે કહ્યું હતું કે વાસ્તવિક સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે પરંતુ ભારતીય પક્ષ ઇચ્છે છે કે તે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં આવે.
આ પણ વાંચો :વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે આર્મીએ ઉઠાવ્યું આ પગલું….
ભારતે હંમેશા જણાવ્યું છે કે જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં હોય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય થઇ શકે નહીં. સરહદ વિવાદને ઉકેલવા માટે બંને પક્ષો વચ્ચે લશ્કરી સ્તરની વાત થઇ ચૂકી છે, પણ હજું સુધી તેના ધાર્યા મુજબના પરિણામ આવ્યા નથી. ભારત પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો હટાવવા માટે દબાણ કરી રહ્યું છે.
ભારતીય આર્મી ચીફના નિવેદનોથી એક વાત તો સ્પષ્ટ જ છે કે ચીન તેની હરકતોથી બાજ નથી આવ્યું. જોકે, ભારતીય સેના પણ ચીનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આર્મી ચીફે જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સંવેદનશીલ છે. LAC પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચેનો વિશ્વાસ ઘટી ગયો છે. ભારત અને ચીને જુલાઇ અને ઓગસ્ટમાં રાજદ્વારી વાટાઘાટોના બે રાઉન્ડ યોજ્યા હતા, પણ હજી સુધી સરહદ વિવાદનો ઉકેલ આવ્યો નથી.
જનરલ દ્વિવેદીએ એમ પણ કહ્યું હતું કે બંને દેશોની રાજદ્વારી બાજુથી કેટલાક સકારાત્મક સંકેતો મળ્યા છે, સૈન્ય દળ સાથે બેસીને તેને વાસ્તવિક રીતે કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે તેઓ વાત કરશે.