સરહદ પરની દિવાળી જોઇ છે? તમને ગર્વ થશે…
તહેવારોની ધૂમ ચાલી રહી છે. શહેર, ગામની ગલીઓ અને માર્કેટમાં પ્રકાશના પર્વની ઉજવણી થઇ રહી છે. આપણે બધા દિવાળીની ઉજવણીમાં ડૂબેલા છીએ અને બેરોકટોક કોઇ પણ ડર વિના, દુશ્મન દેશના હુમલાની ચિંતા વિના મજાથી ઉત્સવ મનાવી રહ્યા છીએ કારણ કે આપણને ખબર છે કે સરહદ પર આપણા જવાનો રક્ષણ માટે તૈયાર છે. તેઓ પણ તેમની રીતે પ્રકાશના પર્વની ઉજવણી કરે છે.
આ પણ વાંચો : તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ
દેશની રક્ષા માટે સરહદ પર આપણા જવાનો 365 દિવસ 24 કલાક ચોકીપહેરો ભરે છે. સખત ઠંડીની પણ તેઓ પરવા કરતા નથી. આપણે આપણા ઘરમાં બેસીને નિરાંતે હોળી, દિવાળી જેવા તહેવારો ઉજવી શકીએ છીએ કારણ કે આપણા બહાદુર જવાનો સરહદ પર રક્ષામાં તૈનાત છે. તેઓ તેમના પરિવારથી, પ્રિયજનોથી, ઘરથી દૂર છે. દિલમાં એક જ ખ્વાહિશ- દેશનું રક્ષણ કરવાની. પણ પરિવારજનોથી, પ્રિયજનોથી આટલા દૂર રહીને પણ તેઓ દિવાળી ઉજવે છે. તેમના બેરંગ જીવનમાં રંગ પૂરે છે.
આપણું LOC હોય કે પછી સિયાચીનની હાડ ગળાવતી ઠંડી.. આપણા બહાદુર સૈનિકો રક્ષા માટે ખડે પગે તૈનાત છે. એ આપણા સૈનિકો જ છે, જેમની દુશ્મનો પર બાજ નજરને કારણે પડોશઈ દુશ્મન દેશ આપણા દેશ પર આંખ કરવાની કોશિશ નથી કરતા. સરહદ પર પાકિસ્તાન કોઇ છમકલું તો નથી કરતું ને કે પછી ચીન તો કોઇ અટકચાળુ નથી કરતું ને એના પર તેમની નજર છે. તેથી જ ચીન LAC પર ચૂપ થઇ ગયું છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાથી એલર્ટ સૈન્યઃ સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધાર્યું…
આપણા સરહદ પરના જવાનો પણ દિવાળી મનાવે છે. સરહદ નજીક દિવો પ્રગટાવીને તેઓ દેશ માટે ઉજવણી કરી રહ્યા છે. કેટલી સુંદર હોય છે તેમની દિવાળી અને દિવાળીની ઉજવણીની રીત.