નવી દિલ્હીઃ 26મી નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે વર્ષ 1949 માં, ભારતના બંધારણની તૈયાર બ્લુ પ્રિન્ટને ભારતની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવી હતી. આ પછી જ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભા દ્વારા અનેક ચર્ચાવિચારણા અને સુધારાઓ બાદ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અગાઉ 26મી નવેમ્બરે રાષ્ટ્રીય કાયદો દિવસ ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2015 થી બંધારણ દિવસની ઉજવણીની પરંપરા શરૂ થઈ છે.
ભારતનું બંધારણ ઘડવામાં બે વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. જે બાદ 26 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ તૈયાર થયું હતું. પરંતુ તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આપણે આ દિવસને દર વર્ષે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડરના જન્મદિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Also Read – “આમુખમાં પરિવર્તન થઈ શકે” સંસદના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી…
26 જાન્યુઆરીથી બંધારણ કેમ અમલમાં આવ્યું? :
બંધારણ દિવસ એ માત્ર એક દિવસ નથી, પરંતુ આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ એટલે કે બંધારણને યાદ કરવાનો દિવસ છે. ડો. આંબેડકર જેવા મહાન લોકોનો આ દસ્તાવેજ બનાવવામાં ઘણો મોટો ફાળો હતો. તેમણે આપણા દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે પણ સેવા આપી હતી. હવે આપણને સવાલ થાય કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યાના પછી 2 મહિના પછી તેને કેમ લાગુ કરવામાં આવ્યુ.
આ કિસ્સામાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળાનો ઉપયોગ બંધારણની ટેક્સ્ટને અંગ્રેજીમાંથી હિન્દીમાં અનુવાદિત કરવા અને સામાન્ય લોકોમાં તેનો પ્રચાર કરવા માટે કરવામાં આવ્યો હતો. અગાઉ, બંધારણના અમલીકરણને કારણે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ 19 નવેમ્બર 2015 ના રોજ, સામાજિક ન્યાય મંત્રાલયે દર વર્ષે 26 નવેમ્બરના દિવસ પણ ઉજવવાનું નક્કી કર્યું.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોને બંધારણ અને બંધારણીય મૂલ્યો વિશે માહિતી આપવાનો છે.
બંધારણ દિવસનું મહત્વ:
આપણું બંધારણ માત્ર કાયદાઓનો સંગ્રહ નથી. બંધારણ એ ભારતના આત્મા છે. તે આપણને અધિકારો આપે છે અને તે આપણને આપણી ફરજોની પણ યાદ અપાવે છે. બંધારણે આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત અન્ય મહાન સ્વતંત્રતાઓ આપી છે, ત્યારે તેણે આપણને મર્યાદાઓ પણ બતાવી છે. ડો.બાબા સાહેબનો ઉદ્દેશ્ય એ હતો કે આપણી પાસે એવું બંધારણ હોવું જોઈએ જેમાં તમામ નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય મળે. ભારતનું બંધારણ શા માટે વિશિષ્ટ છે તેનો જવાબ બંધારણની પ્રસ્તાવનામાં જ મળી જાય છે.
ભારતના બંધારણની વિશેષતા :
1 – ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બાદમાં સમય પ્રમાણે તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા અને આ સંખ્યામાં વધારો થયો.
2 – આપણું બંધારણ ભારતને લોકશાહી દેશ તરીકે જાહેર કરે છે, જ્યાં સામાન્ય લોકો સર્વોચ્ચ શક્તિ છે.
3 – તે ધર્મ, જાતિ, લિંગ અને પ્રદેશને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને સમાન અધિકારો પ્રદાન કરે છે.
4 – ભારતને એક બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરે છે, જ્યાં દરેક વ્યક્તિને તેના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. તે ભારતને સંઘીય માળખું ગણાવે છે, એટલે કે દેશમાં સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે.