ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના મતગણતરી વિલંબના આરોપ ચૂંટણી પંચે ફગાવ્યા…

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની વેબસાઈટ પર હરિયાણા ચૂંટણીના પરિણામો માટે અપ-ટૂ-ડેટ વલણો અપલોડ કરવામાં વિલંબ થયો હતો. જો કે, મતદાન પેનલે આ દાવાને “બેજવાબદાર અને પાયાવિહોણા” ગણાવીને રદિયો આપ્યો હતો.

આ પણ વાંચો : Benefit BJP: હરિયાણાની જીત મહારાષ્ટ્રમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે?

ચૂંટણી પંચે મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતગણતરી ડેટાને મતદાન પેનલની વેબસાઈટ પર અપડેટ કરવામાં ધીમી હોવાના કોંગ્રેસના આરોપને ફગાવી દીધો હતો. પોલ પેનલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપો “બેજવાબદાર અને પાયાવિહોણા ” છે.

કોંગ્રેસ મહાસચિવ અને કમ્યુનિકેશન ઇન-ચાર્જ જયરામ રમેશે ચૂંટણી પંચની વેબસાઈટ અપ-ટૂ-ડેટ ટ્રેન્ડ અપલોડ કરવામાં ધીમી થવાનો આક્ષેપ કર્યા બાદ ચૂંટણી પેનલની આવી ટિપ્પણી આવી છે. નોંધનીય છે કે કોંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, “લોકસભાની ચૂંટણીની જેમ હરિયાણામાં અમે ફરીથી ECIની વેબસાઇટ પર અપ-ટૂ-ડેટ ટ્રેન્ડ અપલોડ કરવાની ગતિ ધીમી જોઈ રહ્યા છીએ. શું ભાજપ જૂના અને ભ્રામક વલણો શેર કરીને વહીવટીતંત્ર પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?”

ECIએ જયરામ રમેશના આ આરોપોનો જવાબ મિનિટ-ટુ-મિનિટ ડેટા અપડેટની વિગતો સાથે આપ્યો હતો. ECIએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ દ્વારા 4 જૂન, 2024ના લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે પણ આવા જ આરોપ લગાવવામાં આવ્યા હતા.

કમિશને આ આરોપો પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા અને તેનું ખંડન કર્યું હતું. અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મતગણતરી કંડક્ટ ઑફ ઇલેક્શન્સના નિયમ 60 હેઠળ પૂર્વ નિર્ધારિત મતગણતરી કેન્દ્રો પર થાય છે. પંચ દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ સતત મત ગણતરી પર નજર રાખે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ, દરેક બેઠક પર પડેલા મતોની ગણતરી ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારો અને પક્ષો દ્વારા નામાંકિત નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવે છે. ડેટા અપડેટમાં વિલંબના તમારા પાયાવિહોણા આરોપોને સમર્થન આપવા માટે અમને કોઈ પુરાવા મળ્યા નથી. તમે અમને મોકલેલા મેમોરેન્ડમમાં કોઈ તથ્ય રજૂ કરવામાં આવ્યું નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ECIની વેબસાઈટ પર દર 5 મિનિટે અપડેટ કરવામાં આવે છે.

આ પણ વાંચો : હરિયાણામાં ભાજપ બમ્પર જીત તરફ, કોંગ્રેસે ચૂંટણી પંચના પરિણામ પર સવાલ ઉઠાવ્યા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે 45નો અડધો આંકડો વટાવી દીધો છે અને હવે તે 49 બેઠકો પર આગળ છે, જ્યારે ચૂંટણી પંચની વેબસાઇટ પરના તાજેતરના વલણો અનુસાર કોંગ્રેસ 36 પર આગળ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button